સમાચાર

યુદ્ધમાં રશિયાને અત્યાર સુધી કેટલું થયું નુકસાન? યુક્રેને કર્યો આ મોટો દાવો….

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 26 મો દિવસ છે. તેમ છતાં હજુ પણ બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત થવાની કોઈ આશા રહેલી નથી. યુક્રેનના વિદેશ મંત્રાલયે 21 માર્ચ સુધી યુદ્ધમાં રશિયાને થયેલા નુકસાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

યુક્રેન મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે 21 માર્ચ સુધીમાં ટ્વિટર પર આંકડા શેર કરવામાં આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાએ 15,000 સૈનિકો સિવાય 1535 સશસ્ત્ર વાહનો, 97 એરક્રાફ્ટ, 240 આર્ટિલરી પીસી અને 969 વાહનો ગુમાવી દીધા છે. યુક્રેનનો દાવો છે કે, આ યુદ્ધમાં રશિયાને અત્યાર સુધીમાં 121 હેલિકોપ્ટરનું નુકસાન થયું છે. દાવા મુજબ, રશિયાના 80 એમએલઆરએસ, 24 યુએવી અને 13 વિશેષ ઉપકરણોનો નાશ થયો છે.

તમને જણાવી દઈએ કે, રશિયાના હુમલાથી યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. યુક્રેનના ઘણા શહેરો પર રશિયન સૈનિકો દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. રશિયાએ મિસાઈલોથી શાળાઓ અને હોસ્પિટલો હુમલો કર્યો છે, જેમાં ઘણા નાગરિકો અને માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.

જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, યુરોપે રશિયા સાથે તમામ વેપાર બંધ કરી દેવા જોઈએ. ઝેલેન્સકીએ યુરોપિયન દેશોને રશિયા સાથેના તમામ વેપાર સંબંધો રોકવાની માંગ કરી છે. જેથી મોસ્કો પર યુક્રેન પરના હુમલાને રોકવા માટે દબાણ કરવામાં આવી શકે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago