ચહેરાને સાફ કરવા માટે શ્રેષ્ઠ ક્લીંઝર છે મધ, જાણો કેવી રીતે કરશો પેક તૈયાર
ચહેરાને સાફ કરવા માટે શ્રેષ્ઠ ક્લીંઝર છે મધ, જાણો કેવી રીતે કરશો પેક તૈયાર
દરેક વ્યક્તિને સુંદર દેખાવું પસંદ હોય છે અને તેના માટે તે દરેક પ્રયત્નો કરતા રહે છે, અને સાથે સાથે તેઓ બજાર માંથી ત્વચા સંબંધિત ઘણી પ્રોડકટનો ઉપયોગ કરતા રહેતા હોય છે. ત્યારે આજે અમે તમને આ સંબંધિત વાત કરવા જઈ રહ્યા છે. જેનાથી તમે તમારી ત્વચામાં ચમક લાવવામાં ઘણો ફાયદો થશે.
ઔષધીય ગુણોથી ભરપૂર મધ એક એવો ખોરાક છે જેનો ઉપયોગ સદીઓથી સ્વાસ્થ્ય અને ત્વચાને જાળવવા માટે કરવામાં આવે છે. મધ ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે, તેમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓનો ઇલાજ કરે છે. મધ ચહેરાના ખીલથી લઈને નિર્જીવ અને શુષ્ક ત્વચા માટે પણ એક ઉત્તમ ઉપચાર સાબિત થાય છે. દરેક પ્રકારની ત્વચાના લોકો માટે મધનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. મધ ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરે છે, સાથે ત્વચામાં ચમક પણ લાવે છે.
મધ ત્વચાના છિદ્રોને સાફ કરે છે અને બ્લેક હેડ્સથી પણ છુટકારો અપાવે છે. મધમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિસેપ્ટિક ગુણ હાજર હોય છે જે ત્વચાના છિદ્રોને ઊંડે સુધી સાફ કરે છે. અને જો તમારા નાક પર બ્લેકહેડ્સ હોય તો મધનો ઉપયોગ કરો. મધ ત્વચાના છિદ્રોને હાઇડ્રેટ કરે છે. તેનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાના રંગમાં સુધારો આવે છે.
ત્વચાને સાફ કરવા માટે મધ એક ઉત્તમ ક્લીંઝર છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં કરવામાં આવે છે. ત્વચામાં નિખારવા લાવવા માટે, સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે મધનો ઉપયોગ ક્લીંઝર તરીકે કરવો શ્રેષ્ઠ હોય છે. ચાલો જાણીએ કે કેવી રીતે મધનો પેક તૈયાર કરવો.
મધનો પેક ત્વચા સાફ કરવા માટે.
બનાવવા જરૂરી સામગ્રી-
– એક ચમચી મધ
– 2 ચમચી જોજોબા તેલ અથવા નાળિયેર તેલ
– આ પેક બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી મધ લો. મધ સાથે બે ચમચી નારિયેળ તેલ અથવા જોજોબા તેલ મિક્સ કરો. આ મધ પેક તૈયાર છે.
– તેને ચહેરા પર લગાવતા પહેલા ચહેરો ધોઈ લો અને ટુવાલ વડે ચહેરો બરોબર સુકાવો.
– હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો.
– 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ધ્યાન રાખો કે આ પેસ્ટને આંખોની આસપાસ ન લગાવો.
– મધનો આ પેક તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર લગાવી શકો છો. તેને લગાવવાથી ચહેરાની ત્વચાને પોષણ મળશે, સાથે જ ચહેરાના ડાઘ અને ખીલથી પણ છુટકારો મળશે. તેને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચાના છિદ્રોમાં જમા થયેલી ગંદકી પણ સાફ થઈ જાય છે.