હસ્તરેખાશાસ્ત્ર પ્રાચીન રોમન પૌરાણિક કથા પર આધારિત છે. હથેળીની રેખાઓ વિશે દરેક વ્યક્તિ થોડી ઘણી જાણકારી મેળવવાની ઈચ્છા હોય છે. પરંતુ હથેળીના કેટલાક ચિહ્નો વ્યક્તિના ભાગ્યના કયા અને કેવા લાભ દર્શાવે છે, એની જાણકારી ઘણા ઓછા લોકોને હોય છે.
હસ્તરેખા શાસ્ત્રમાં પારંગત જ્યોતિષ જ વ્યક્તિના હાથનું સ્થાન, આકાર વગેરે જોઈ જાતકના ભાગ્યફળની સાચી ભવિષ્યવાણી કરે છે. આ સંદર્ભે હથેળીમાં ઘણા પ્રકારના ચિહ્નો જોવા મળે છે, જેમાંથી એક ત્રિકોણ છે જે તમારા હાથની હથેળીમાં પૈસાનો ત્રિકોણ ભાગ્યમાં નાણાકીય સુખાકારી વિશે જાણકારી આપશે. તમારા હાથની હથેળીમાં મની ત્રિકોણ હસ્તરેખા શાસ્ત્રનું એક શુભ સંકેત છે.
આ નિશાની સંપત્તિ, સમૃદ્ધિનું પ્રતીક છે, જે જાતકોના હાથમાં આ રેખા હોય છે તેઓ જન્મથી જ ધનવાન હોય છે. આવનારો સમય તેમને ધનવાન બનાવે છે. એટલે કે આ વિશેષ રેખાઓના જાતકોના જીવનમાં ધનની કમી રહેતી નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રિકોણ રેખાઓ હાથમાં ક્યાં હોય છે જે વ્યક્તિને ધનવાન બનાવે છે.
જો આપના હાથની હથેળીની હસ્તરેખાઓ એકબીજા સાથે જોડાઈને ત્રિકોણનું ચિન્હ બનતું હોય તો આવા ચિન્હને શુભ માનવામાં આવે છે. આપના હાથમાં રહેલ ભાગ્ય રેખા નીકળીને મસ્તક રેખાને ક્રોસ કરતા બુધ પર્વતને મળે છે ઉપરાંત બુધ પર્વતની આગળ આવીને ત્રિકોણનું ચિન્હ બને છે તો તમારે સમજવું કે તમે ભાગ્યશાળી છો. હથેળીમાં આવું ચિન્હ ધરાવતી વ્યક્તિઓની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
આવી વ્યક્તિઓ પોતાના ધંધામાં ખુબ જ આગળ આવે છે અને તેમના હાથની સાઈઝ જેટલી મોટી હશે એટલો જ વધારે લાભ આપને થઈ શકે છે. હથેળીના મધ્યભાગમાં ત્રિકોણ હોવું એ જાતકના ભાગ્ય, આસ્તિક અને ઉન્નતિશીલ સ્વભાવનો પરિચય આપે છે. આવી વ્યક્તિની શારીરિક અને માનસિક વૃત્તિઓ ઘણી શુદ્ધ હોય છે, તેનો સ્વભાવ શાંત અને મધુર હોય છે અને તે સમાજમાં સન્માન મેળવે છે આવા વ્યક્તિ બધાના પ્રિય હોય છે.
હથેળી પર બનેલો ત્રિકોણ જણાવે છે કે વ્યક્તિનું હૃદય વિશાળ છે, આ ત્રિકોણની અંદર એક નાનો ત્રિકોણ હોય તો તે વ્યક્તિ ચોક્કસપણે ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે. શુક્ર પર્વત પરનો ત્રિકોણ વ્યક્તિને સરળ, મધુર સ્વભાવની નિશાની દર્શાવે છે. આવી વ્યક્તિનું જીવન ઉચ્ચ સ્તરનું હોય છે અને તેને ઉચ્ચ જીવનશૈલીનું જીવન પસંદ હોય છે.
મંગળ પર્વત પર ત્રિકોણ હોય તો વ્યક્તિ ખાસ કરીને યુદ્ધ ક્ષેત્રે સાહસી અને ધૈર્યવાન હોય છે. કાર્ય કુશળતાથી તે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરે છે. રાહુ ક્ષેત્રે બનેલો ત્રિકોણ વ્યક્તિને યૌવનકાળમાં જ ઉચ્ચ પદની પ્રાપ્તિ કરે છે અને સાથે ધન લાભ પણ મેળવે છે. આવી વ્યક્તિ રાજકારણમાં પણ મોટી સફળતા મેળવે છે. વ્યક્તિનું જીવન સંઘર્ષમય પણ શ્રેષ્ઠ હોય છે તે બધા જ પ્રકારના લોકો સાથે હળી મળી જાય છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…