લાઈફસ્ટાઈલ
સાવધાન! જો તમને પણ આ આદતો હશે તો, માનસિક સ્વાસ્થ્ય થઈ જશે ખરાબ
ભૂલથી પણ આ ખોટી આદતોના ગુલામ ન બનશો
આપણું માનસિક સ્વાસ્થ્ય આપણી જીવનશૈલી અને આદતો પર નિર્ભર કરે છે. આપણે જે કરીએ છીએ તે જ આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. આપણે કેટલીક એવી ખોટી આદતો પાડી લઈએ છીએ કે તેનાથી આપણી લાઈફસ્ટાઈલ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. બાદમાં આ જ આદતો આપણા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરવા લાગે છે અને આપણને તણાવ અને ચિંતાનો શિકાર બનાવી દે છે. તો આવો જાણીએ માનસિક સ્વાસ્થ્યને ખરાબ કરનારી આદતો વિશે.
માનસિક સ્વાસ્થ્યને ખરાબ કરનારી આદતો
- જે લોકો સવારે ઉઠીને પહેલા જ સોશિયલ મીડિયા ચેક કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કારણ કે, તેઓ સવાર-સવારમાં તણાવ અને ચિંતાનો શિકાર બની શકે છે અને તેમનો દિવસ ખરાબ થઈ શકે છે.
- આજકાલ લોકો ફોનના ગુલામ બની ગયા છે અને આના કારણે પોતાના લોકોથી તેમનો સંબંધ કમજોર થઈ ગયો છે. જ્યારે આપ જીવનમાં ક્યારેય એકલા હોવ તો આપને કોઈનો સાથ નથી હોતો અને તમે તમારા દિલની વાત કોઈને કહી શકતા નથી. જેના કારણે આપ તણાવગ્રસ્ત થઈ જાવ છો.
- સપનાઓ દરેક વ્યક્તિના હોય છે. પરંતુ જે લોકો પોતાના સપનાઓ સાચા કરવાની દિશામાં કામ નથી કરતા તેમનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે. કારણ કે તેમના અધૂરા સ્વપ્નો તેમને જીવનભર સતાવે છે અને સરખી રીતે તે લોકો જીવી શકતા નથી.
- મલ્ટીટાસ્ક કરવું એ સારી બાબત છે, પરંતુ દરેક સમયે આવું કરવું તે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે, આ કારણે આપનું ફોકસ કોઈ એક કામ પર હોતું નથી. આના કારણે આપને નિષ્ફતા પ્રાપ્ત થઈ શકે છે અને આપ તણાવનો શિકાર થઈ શકો છો.
[quads id=1]