Gujarat Corona Cases : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8338 કેસ, 38 લોકોના મોત
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તે એક સારી વાત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પરંતુ આ અગાઉ કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા. તે રાહત પહોંચાડનારી બાબત છે કેમકે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8338 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તેની સાથે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16,629 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસની વાત કરીએ રાજ્યમાં 75,464 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 229 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 10,83,022 પહોંચી ગયો છે. આ સિવાય મુત્યુનો આંકડો 10,511 પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં રિકવરીનો રેટ સુધરીને 92.65 ટકા પહોંચ્યો છે.
જ્યારે રાજ્યમાં વેક્સીનની કામગીરી પણ જોરશોરથી કરવામાં આવી રહી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 4,49,165 લોકો દ્વારા વેક્સીન લેવામાં આવી અને તેની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં વેક્સિન લેનારાઓનો આંકડો 9,83,82,401 પહોંચી ગયો છે.
આ સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે આજે છેલ્લા ૨૪ કલાકમાં 38 નાગરિકોનાં મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 3, ભાવનગર 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ 2, સુરત 2, ભાવનગર કોર્પોરેશન 2, નવસારી 2, ગાંધીનગર 2, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1, જામનગર 1, દેવભૂમિ દ્વારકા 1, બોટાદ 1, અમરેલીમાં 1 નું મોત થયું છે.