ગુજરાત

અશ્રુ ભીની આંખે મોટી સંખ્યામાં નીકળી ગ્રીષ્માની અંતિમયાત્રા, લોકોની એક જ માંગ હત્યારાને ફાંસીની સજા

અશ્રુ ભીની આંખે મોટી સંખ્યામાં નીકળી ગ્રીષ્માની અંતિમયાત્રા, લોકોની એક જ માંગ હત્યારાને ફાંસીની સજા

12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પડેલ પટેલ યુવકે પટેલ યુવતીની જાહેરમાં ચાકુ વડે ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ત્યારે આ યુવતીને જાહેરમાં આ રીતે ગળું કાપીને હત્યા કરી દેવાની જાણ સમગ્ર વિસ્તારમાં ફેલાતા આખો વિસ્તાર હચમચી ગયો હતો. આ સમગ્ર ભયાનક ઘટનાને છોકરીના પરિવારના સભ્યો દ્વારા વિડીયોમાં કેદ કરવામાં આવી હતી. જે આ યુવતીની હત્યાનો વિડીયો પણ હાલમાં સોશ્યિલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેના પડઘા આખા ગુજરાતમાં પાડવા લાગ્યા છે અને આ એક તરફી પ્રેમમાં પાગલ આરોપી યુવકને ફાંસી આપવા માટે લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.

આ યુવતી પર હુમલો કરતા પહેલા આરોપી ફેનિલે તેના મોટાબાપાને પણ ચાકુ માર્યું હતું. ત્યારે આ મામલે કામરેજ પોલીસે આરોપી સામે હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવતા જાણવવામાં આવ્યું હતું કે, આ હત્યા કરનાર આરોપી ફેનિલ અને ગ્રીષ્માના પરિવાર વચ્ચે આ અગાઉ 7 વાર સમાધાન કરવામાં આવ્યું હતું. જો કે આ ફિનિલ દીકરીને ઘણા સમયથી હેરાન કરી રહ્યો હતો પરંતુ તે ઘણો માથાભારે શખ્સ હોવાથી પરિવારે બદનામીના ડરથી પોલીસમાં ફરિયાદ કરી ન હતી જેના કારણે તેમને તેમની દીકરીને ગુમાવવાનો વારો આવ્યો હતો. જે આરોપી ફેનિલ ગોયાણી અને મૃતક ગ્રીષ્મા વેકરીયા શાળાના મિત્રો હોવાનું જણાવ્યું છે.

જો કે આ દીકરી ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી તેના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. મૃતકના પિતા નંદલાલ હીરાનું કામ કરે છે અને છેલ્લા આઠ મહિનાથી દક્ષિણ આફ્રિકામાં છે, ત્યારે આજે તે પરત આવતા તેના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જે દીકરીની માતાને પણ તેની દીકરીની વિદાય અંગે કોઇ જાણ કરવામાં આવી ન હતી. ત્યારે આજે દીકરીની આ કૂર હત્યા અંગે જાણ થતા જ તેની માતા અને પિતાને ઘણો આઘાત લાગ્યો છે. ત્યારે આફ્રિકાથી સુરત આવેલા પિતાને તેની દીકરીની હત્યાની જાણ થતાં જ તેઓ ત્યાંને ત્યાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. અને ત્યાં હાજર તમામ લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

આજે ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જે સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. આ અંતિમયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ રહી છે. અને તેના ઈજાગ્રસ્ત ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી છે.

જો કે આ આરોપી ફેનિલ ગોયાણીની ક્રાઈમ કુંડળી પણ સામે આવી છે. જેમાં આ ફેનિલ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ પણ જેલની હવા ખાઈ ચુક્યો છે. જેને કતારગામ વિસ્તારમાં ઈનોવા ગાડીની ચોરી કેસમાં પકડાયેલ ચૂક્યો હતો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago