રાજકારણ

ગોપાલ ઇટાલિયાએ ભાજપ દ્વારા કરવામાં હુમલાને લઈને આપ્યું મોટું નિવેદન…..

ગોપાલ ઇટાલિયાએ ભાજપ દ્વારા કરવામાં હુમલાને લઈને આપ્યું મોટું નિવેદન.....

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીરે-ધીરે વધતું જોવા મળી રહ્યું છે અને સતત લોકોના કલ્યાણ માટે મુદ્દાઓ આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. એવામાં ગઈ કાલના ભાજપ દ્વારા એકવાર ફરીથી ગુંડાગીરીનો પરચો આપતા આમ આદમી પાર્ટીના નગર સેવકો પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શિક્ષણ ક્ષેત્રની નબળી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપના ગુંડાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ મામલામાં ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શનિવારે કોર્પોરેટર જગદીશ કુકડિયા અને ભાવેશ ઇટાલિયા પર ભાજપના ગુંડાઓએ હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપના ગુંડાઓની આ કાયરતા સામે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ઝૂક્યો નહોતો અને ઝૂકશે પણ નહીં. આમ આદમી પાર્ટી શરૂઆતથી જ ભાજપની ગુંડાગીરી સામે લડતી આવી છે અને તે હંમેશા લડતી પણ રહેશે.

એવામાં ગઈ કાલના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મંત્રી રામ ધડુક, સહમંત્રી રાકેશ હિરપરા ની સાથે સંગઠનના નેતા અને કાર્યકર્તાઓ કોર્પોરેટરો પરના હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવા કમિશનર કચેરીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અધવચ્ચે જ અટકાયત કરી લેવામાં આવી અને ભાજપે વધુ એક વાર તેના તાનાશાહી વલણનો પુરાવો આપવામાં આવ્યો હતો.ભાજપ સરકાર દ્વારા ફરી એકવાર શાંતિપૂર્ણ વિરોધને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ અમે અમારો અવાજ દબાવવા દઈશું નહીં.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ દ્વારા તાનાશાહી રીતે શાસન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નો દબાવવામાં આવી રહ્યા છે. જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં આવી છે ત્યારથી તેણે એક જ ધ્યેય રાખ્યું છે કે, લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને તે કામ કરવામાં આમ આદમી પાર્ટીને સફળતા પણ પ્રાપ્ત થઈ છે. જેના લીધે ભાજપ નારાજ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલા કરવા વારંવાર પોતાના ગુંડાઓને મોકલતા રહે છે અને જ્યારે આમ આદમી પાર્ટી શાંતિપૂર્ણ યાત્રા નીકાળે છે ત્યારે તેમાં પણ પોલીસ ભાજપ સરકાર ના ઇશારે આમ આદમી પાર્ટી પર દમન પણ કરવામાં આવે છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago