Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

છેલ્લા 4 દિવસમાં જ સોનાના ભાવ 1100 રુપિયા તૂટી ગયા

  • આંતરાષ્ટ્રીય માર્કેટમાં તરલતા ઓછી થતા સોનાના ભાવ સતત ઘટ્યા
  • રસીકરણ શરું થતા ઝડપી વૈશ્વિક આર્થિક રિકવરી મજબૂત બની
  • શેર માર્કેટમાં રિટર્નમાં વધારો થતા રોકાણકારોએ તરફ વળતા સોનાના ભાવ પર દબાણ આવ્યું

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી સોનાની ચમક ઓછી થઈ રહી છે જોકે તેનાથી સોની બજારની રોનક ફરી આવી રહી છે. સોનાના ભાવમાં ઘટાડો થતા અમદાવાદ સહિતનના તમામ શહેરોમાં સોનાની ખરીદદારીમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડા સાથે મંગળવારે 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 47,200 પહોંચી ગયો હતો. જે શુક્રવારના રુ. 48,300થી 1100 રુપિયા ઓછી છે.

નિષ્ણાંતો મુજબ રુપિયો વધતા અને શેર માર્કેટમાં જેમ જે ઊંચા વળતર મળે છે તેમ તેમ પીળી ધાતુ સોનાના ભાવમાં ગાબડું પડ્યું છે. એકલા અમદાવાદની સોની બજારની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીથી સોનાની કિંમતોમાં 6.9 ટકાનો ઘટાડો આવ્યો છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રુ. 50,700 હતા જે હવે ઘટીને 47,200 થઈ ગયા છે. જો આંતરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવની આ વધઘટની તુલના કરવામાં આવે તો પહેલી ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક અંશ સોનાનો ભાવ ડોલર 1864 હતો જે મંગળવારે 2 માર્ચ સુધીમાં ઘટીને પ્રતિ અંશ ડોલર 1707 થઈ ગયો છે.

વર્ષ 2021 દરમિયાન સોનાના ભાવને લઈને કેર રેટિંગ એજન્સી રિપોર્ટમાં જણાવ્યા મુજબ ‘વ્યાજ દરોમાં વધારો અને માર્કેટમાં ઓછી તરલતાના કારણે ફેબ્રુઆરી 2021માં આંતરરાષ્ટ્રિય માર્કેટમાં સોનાના ભાવ પર દબાણ આવ્યું હતું. તો બીજી તરફ એકથી વધુ દેશોમાં કોરોના વેક્સીનના રસીકરણ કાર્યક્રમો શરું થતા દુનિયામાં વધુ ઝડપથી આર્થિક રિકવરીની આશા જાગી છે. જેના કારણે સોનાના વધતા ભાવ પર બ્રેક લાકી છે. તો બીજી તરફ સોનાના ભાવમાં ઘટાડો થતા જ્વેલર્સને પણ નવી ખરીદદારી અને ગ્રાહકોની આશા જાગી છે.

મહત્વનું છેકે છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદની સોની બજારમાં ખરીદી વધી છે. એક તરફ લગ્ન સીઝન અને બીજી તરફ રસીકરણ કાર્યક્રમ શરું થયા પછી કોરોનાના ડરમાં ઘટાડો અને સરકાર દ્વારા 200થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી મળી છે. તેવામાં સોનાના ઘટતા ભાવથી ધૂમ ખરીદી થઈ રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button