દેશમાં અમીરોની સંપત્તિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જયારે ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. જો કે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા 2018ના આંકડા અનુસાર, 2012 અને 2018ની વચ્ચે અમીર અને ગરીબોની સંપત્તિમાં ઘટાડો થયો છે, પરંતુ વિવિધ માધ્યમોના જાહેર ડેટા સાથે તેની સરખામણી કરીએ તો, આ સમયગાળામાં ધનિકોની સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે. જ્યારે ગરીબોની હાલત કફોડી બની છે. એટલું જ નહીં, ભારતીય અમીરો પાસે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં વધુ સંપત્તિ છે.
સોનું નહિ શેર બનાવી રહ્યું છે અમીર
સર્વેમાં આ વાત સામે આવી છે કે મોટા ભાગના ભારતીયોએ વર્ષ 2012 અને 2018 વચ્ચે સોનામાં રોકાણ કર્યું છે. વર્ષોથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોને નુકસાન થયું છે. જ્યારે અમીરોએ શેરમાંથી સંપત્તિ બનાવી છે. આ સમયગાળામાં શેરબજારમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન અમીરોની સંપત્તિ ત્રણ ગણી વધી ગઈ છે. સર્વેમાં આને ખૂબ જ ચોંકાવનારી હકીકત ગણાવવામાં આવી રહી છે.
ભારતના ધનિકો દુનિયામાં સૌથી અમીર
સર્વે મુજબ ભારતના 0.001 ટકા ખૂબ જ પૈસાદાર લોકોની સંપત્તિ અમેરિકા અને ચીન જેવી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળા અમીરો કરતાં પણ વધુ છે. ભારતમાં આ અમીરોની સરેરાશ સંપત્તિ ફક્ત રશિયા કરતાં ઓછી છે, જેમની પાસે ત્યાંની કુલ સંપત્તિના 15 ટકાથી વધુ છે. ભારતમાં આ અમીરો પાસે દેશની કુલ સંપત્તિનો નવ ટકા હિસ્સો છે.
મોંઘવારીએ બગાડી ગરીબોની સ્થિતિ
આર્થિક અસમાનતાના સર્વેમાં ખૂબ જ ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે. અમીરોની સંપત્તિના મામલામાં જો 1990 પછીનો મોંઘવારી સરેરાશ 10 ટકા ગણવામાં આવે તો તે સ્થિતિમાં ગરીબોની હાલત કફોડી બની છે. સત્તાવાર આંકડાઓમાં પણ અમીરોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ વાસ્તવિક અંદાજમાં સ્થિતિ તદ્દન વિપરીત છે.
35 કરોડથી વધુ લોકો પાસે પૈસા
સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતના અત્યંત શ્રીમંત લોકોમાંથી 0.001 ટકા લોકો પાસે વર્ષ 2018માં દેશની કુલ સંપત્તિના માત્ર 0.34 ટકા હતા. પરંતુ વાસ્તવમાં તેમની પાસે દેશની કુલ સંપત્તિના 9.2 ટકા છે. આટલું જ નહીં, દેશના માત્ર સાત હજાર અમીર લોકો પાસે 35 કરોડ અત્યંત ગરીબ લોકો કરતાં વધુ સંપત્તિ છે.
શું કહે છે આંકડા
સત્તાવાર આંકડાઓ અનુસાર દેશના સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ 24.4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે સાર્વજનિક ડેટા અનુસાર દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ 2018માં 2.5 લાખ કરોડ રૂપિયા હતી. સાર્વજનિક આંકડાઓમાં વિવિધ માધ્યમોમાં પ્રકાશિત આંકડા લેવામાં આવ્યા છે.