ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી અને જવાન ની ઉઠી અર્થી, કમલ દેવ અમર રહો

ભારતદેશની સેવા કરવા માટે દરેક ભારતીયમાં ઉત્સાહ હોય છે અને તે જ સાચો દેશભક્ત કહેવાય એક આર્મી દેશ માટે કંઈપણ કરવાની ભાવના ધરાવે છે એના માટે દરેક ક્ષણે પોતાનું બલિદાન આપવા સજ હોય છે પછી એ દેશની સરહદ હોય કે યુદ્ધનું મેદાન દરેક જગ્યાએ પોતાના દેશની સેવા કરતો હોય છે. આવી જ એક ઘટના બની ગઈ જ્યાં પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલ અને દીર્ઘાયુના આશિષની જગ્યાએ બહેનને ભાઈના મોતની ખબર મળી,
ભારતની આર્મી ફોજમા 2015 માં જ 27 વર્ષીય કમલ દેવ જોડાયા હતા જેમના આ ઓકટોબર મહિનામાં હજી લગ્ન થવાના હતા. રક્ષાબંધન તહેવાર નજીક આવતો હોવાથી ભાઈને રજા મળશે એ બહાને કમલદેવની બંને ઇન્દુ અને શશી બહેનો પોતાના પિયર આવી હતી.ભાઈના સાથી મિત્રો સાથે પણ વિડિયો કોલમાં રાતે જ વાતો કરી હતી. ગયા શનિવારે રાત્રે જ અચાનક ભાઈના સાથી મિત્રો દ્વારા મોતના સમાચાર મળતા બહેનો પર પહાડ તૂટી પડ્યો હતો.
જે ભાઈઓ માટે બહેનો રાખડી લાવી હતી એ ભાઈ જ ન રહ્યો તેની ખબર મળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. કમલ દેવના પિતા સુથારનું કામ કરે છે જ્યારે માતા બીનીતાબેન ગૃહિણી છે મોટો ભાઈ દેવેન્દ્ર ગામમાં જ માલના સપ્લાયનું કામ કરે છે. કમલ પરિવારમાં યુવાન દીકરો હતો જે ઘરનું ગુજરાન ચલાવતો હતો કોલેજના પહેલા વર્ષમાં જ દેશ સેવાનું સપનું જોતાં સેનામાં જોડાયો હતો.
જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં લેન્ડમાઈન વિ-સ્ફોટને કારણે શહીદ થયા હતા અને 25 જુલાઈએ રાજ્ય સન્માન સાથે કમલદેવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.દીકરાના લગ્નની તૈયારી કરતો પરિવાર આજે દીકરાના મોતના સમાચારથી હચમચી ગયો હતો. ડોગરા રેજિમેન્ટના જવાન કમલદેવ વૈદ્ય હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ઠુંમરલી ગામના રહેવાસી હતા.