ટેક્નોલોજી

Facebookની લતથી મળશે છુટકારો, ટાઈમ લિમિટ રિમાઇન્ડર ફીચર કરશે એલર્ટ, જાણો સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું એક્ટિવેટ

Facebookની લતથી મળશે છુટકારો, ટાઈમ લિમિટ રિમાઇન્ડર ફીચર કરશે એલર્ટ, જાણો સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું એક્ટિવેટ

Facebook એ 2018 માં તેના એક્ટિવ ડેશબોર્ડમાં Instagram અને Facebook એપ્લિકેશન માટે સમય મર્યાદા (ટાઈમ લિમિટ) સુવિધા ઉમેરવાની જાહેરાત કરી. કંપનીના જણાવ્યા અનુસાર, ફેસબુકે આ માટે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો અને અન્ય સંસ્થાઓ સાથે પરામર્શ કરીને ફેસબુક ડેશબોર્ડમાં ટાઈમ લિમિટ ફીચર એડ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં સોશિયલ મીડિયા વિના રોજિંદા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી.

કારણ કે ઘણા લોકો તેમના પરિવારથી દૂર રહીને સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ઘણો સમય પસાર કરે છે. આવી સ્થિતિમાં ફેસબુકનું ટાઈમ લિમિટ ફીચર લોકોને વધુ ઉપયોગ કરવા માટે એલર્ટ કરશે.

શું છે એક્ટિવિટી ડેશબોર્ડ – ફેસબુકની સમય મર્યાદા સુવિધા તમને એપ્લિકેશનનો ઉપયોગ કરવાના એવરેજ સમયને નોટિસ કરીને તમને દૈનિક અથવા સાપ્તાહિક રિપોર્ટ આપે છે. જેનાથી તમને ખબર પડશે કે કયા દિવસે તમે ફેસબુક પર કેટલા કલાક સ્ક્રોલ કર્યું છે.

જયારે, કંપનીએ ફેસબુકના એક્ટિવિટી ડેશબોર્ડમાં ડેઈલી એલર્ટ ફીચર પણ શામેલ કર્યું છે, જે તમારા સમય મર્યાદા (ટાઈમ લિમિટ) સેટ કર્યા પછી જો તમે ફેસબુકનો વધુ ઉપયોગ કરો છો તો નોટિફિકેશન દ્વારા તમને એલર્ટ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે Facebookની સમય મર્યાદા જ્યારે તમને નોટિફિકેશન મોકલશે જયારે તમે સમય મર્યાદા કરતા વધુ વાપરશો.

કેવી રીતે એક્ટિવ કરવી સમય મર્યાદા સુવિધા

– Android અથવા iOS સ્માર્ટફોનમાં ફેસબુક પ્રોફાઇલ ખોલો.
– તે પછી મેનુ ઓપ્શન પર ક્લિક કરો.
– નીચે સ્ક્રોલ કરો અને Settings & Privacy પર ક્લિક કરો.
– અહીં તમને સિલેક્ટ સેટિંગનો વિકલ્પ દેખાશે જેમાં ‘Preference’ વિભાગ પર ક્લિક કરો.
– ત્યારબાદ Set Daily Time Reminder પર ક્લિક કરો અને સમય સેટ કરો.
– આ પછી તમારી ફેસબુક પ્રોફાઇલમાં સમય મર્યાદા રિમાઇન્ડર સેટ થઈ જશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago