જાણવા જેવુંવ્યવસાય

પોસ્ટ ઓફિસની આ સ્કીમ માં લગાવશો પૈસા તો મળશે ખૂબ સારું એવું વળતર, જાણો દરેક નાની મોટી જાણકારી.

પોસ્ટ ઓફિસ ની નાની બચત યોજનાઓ માં ઈનવેસ્ટ કરવા નાં કેટલાય કારણ હોય છે. જે લોકો પોતાના ભવિષ્ય ને આર્થિક રૂપે સુરક્ષિત રાખવા માગે છે પણ જોખમ લેવાના મૂડ માં નથી, તેઓ આ સ્કિમ માં ઈનવેસ્ટ કરી શકે છે.

સુરક્ષાની સાથે ગેરેંટીડ રિટર્ન નાં લીધે મોટા ભાગ નાં લોકો પોસ્ટ ઓફિસ ની નાની બચત યોજનાઓ માં ઈનવેસ્ટ કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે પણ આમાં એક સ્કિમ છે, જેનું નામ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ(SCSS) છે. જાણકારો એવું પણ કહી રહ્યા છે કે હાલ નાં સમય માં જો પોસ્ટ ઓફિસ સ્કીમ્સ માં ઈનવેસ્ટ કરવા માં આવે તો ભવિષ્ય માં સારું રિટર્ન મળી શકે છે. કેમ કે આવનાર સમય માં વ્યાજ દરો માં વધારા નો અંદાજ છે.

પોસ્ટ ઓફિસ ની સીનિયર સિટીઝન સેંવિગ્ઝ સ્કીમ માં ઈનવેસ્ટ કરી આવનારા ૫ વર્ષ માં ૭.૪ ટકા ના દર થી ૧૪ લાખ રૂપિયા બનાવી શકાય છે. અમે તમને આ બચત સ્કીમ માટે ની ખાસ રણનીતિ જણાવી રહ્યા છીએ જેથી તમે ઓછા સમય માં આના માધ્યમ થી ૧૪ લાખ રૂપિયા બનાવી શકો.

સીનિયર સિટીઝન સેવિંગ્ઝ સ્કીમ કોના માટે છે?: પોસ્ટ ઓફિસ ની સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મુજબ ૬૦ વર્ષ થી વધું ઉંમર વાળા લોકો ઈનવેસ્ટ કરી શકે છે. આ સિવાય વોલંટરી રિટાયરમેંટ લેવા વાળા વ્યક્તિ પણ આ સ્કિમ માં ઈનવેસ્ટ કરી શકે છે.

આ સ્કિમ માટે કેટલા રૂપિયા થી ઈનવેસ્ટમેન્ટ શરૂ કરી શકાય? આ સ્કીમ નીચે, તમે ઓછા માં ઓછા ૧૦૦૦ રૂપિયા ની સાથે એકાઉંટ ખોલી શકો છો. આ એકાઉંટ માં તમને એક વાર ૧૫ લાખ રૂપિયા ઈનવેસ્ટ કરવાનો વિકલ્પ મળશે. જો એક લાખ રૂપિયા કરતા ઓછી રકમ માં આ એકાઉંટ ખોવાવવા માંગો છો તો તમે કેશ માં પણ પૈસા જમા કરી શકો છો. એક લાખ રૂપિયા થી વધુ નું પેમેંટ ચેક વડે જ થશે.

મેચ્યોરિટી ને લઈને નિયમ: સીનીયર સિટીઝન સેવિંગ્ઝ સ્કીમ નો મેચ્યોરિટી સમય ૫ વર્ષ નો છે. જો કે એકાઉંટ હોલ્ડર આને આગળ પણ વધારી શકે છે. ઈન્ડિયા પોસ્ટ ની વેબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર મેચ્યોરિટી બાદ તમે આ સ્કિમ ને ૩ વર્ષ માટે વધારી શકો છો. મેચ્યોરિટી બાદ સમય વધારવાં માટે એકાઉંટ હોલ્ડરે પોસ્ટ ઓફિસ જઇને આના માટે અરજી કરવી પડશે.

ટેક્સ માં છૂટ: જો આ સ્કીમ નીચે ૧૦,૦૦૦ રૂપિયા કે આનાથી વધું વ્યાજ મળે તો ટીડીએસ કપાશે. જો કે સીનિયર સિટીઝન સેવિંગ્ઝ સ્કીમ માં ઈનવેસ્ટ કરેલી રકમ પર ઇનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ નાં સેક્શન ૮૦C નાં મુજબ છૂટ મળશે.

જોઈંટ એકાઉંટ ખોલવાની સુવિધા: સીનિયર સિટીઝન સેવિંગ્ઝ સ્કીમ મુજબ ડિપોઝિટર પોતાના પતિ/પત્ની ની સાથે મળી ને જોઈંટ એકાઉંટ પણ ખોલી શકે છે. પણ આ માટે ઈનવેસ્ટમેન્ટ ની અધિકત્તમ સીમા ૧૫ લાખ રૂપિયા જ હશે. તમે આ સ્કિમ માં જોઈન્ટ એકાઉંટ હોવા છતાં ૧૫ લાખ રૂપિયા થી વધું રોકાણ કરી શકો નહી. એકાઉંટ ખોલવા અને બંધ કરતા સમયે નોમિનેશન ની પણ સુવિધા મળે છે.

મેચ્યોરિટી ની પહેલા એકાઉંટ બંધ કરવા પર: આ સ્કીમ મુજબ પ્રીમેચ્યોરિટી ક્લોઝર ની પણ સુવિધા છે. એટલે કે આ સ્કીમ ની નક્કી કરેલી મેચ્યોરિટી પહેલા પોતાનું ખાતુ બંધ કરાવી શકો છો.પણ એક વર્ષ બાદ આ એકાઉંટ ને બંધ કરાવા પર પોસ્ટ ઓફિસ ૧.૫ ટકા રકમ કાપી લેશે. જ્યારે ૨ વર્ષ પછી આ એકાઉંટ ને બંધ કરાવા પર ૧ ટકા રકમ કપાઈ જશે.

આ સ્કીમ માં રોકાણ પર કેવી રીતે મળશે ૧૪ લાખ રૂપિયા? વરિષ્ઠ નાગરિક જો આ સ્કિમ માં ૫ વર્ષ માટે લગભગ ૧૦ લાખ રૂપિયા નું રોકાણ કરે છે તો મેચ્યોરિટી પર એમને કુલ ૧૪,૨૮,૯૬૪ રૂપિયા મળે છે. આ સ્કીમ પર ૭.૪ ટકા વ્યાજ દર નાં હિસાબે મૂળ રકમ પર ૫ વર્ષમાં કુલ ૪,૨૮,૯૬૪ રુપિયા નું વ્યાજ મળશે. જે એફડી સ્કીમ્સ ની તુલના માં વધું છે.

[quads id=1]

Related Articles

Back to top button