મહારાષ્ટ્રના ઔરંગાબાદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં 32 વર્ષનો વિજય જનાર્દન જાધવ નામનો યુવાન બ્રશ કરતી વખતે ટૂથબ્રશ ગળી ગયો હતો. જોકે ત્યારબાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો અને સરકારી મેડિકલ કોલેજના ડોકટરોએ યુવકના પેટમાંથી સફળતાપૂર્વક ટૂથબ્રશ બહાર કાઢ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે 26 ડિસેમ્બરે સવારે બ્રશ કરતી વખતે વિજય જનાર્દન જાધવ નામના વ્યક્તિ આખો ટૂથબ્રશ ગળી ગયો હતો. થોડા સમય પછી વિજયને પેટમાં દુખાવો થવા લાગ્યો, ત્યારબાદ પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
એક્સ-રે દરમિયાન પેટમાં બ્રશ દેખાતો નહોતો પરંતુ જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે ડોકટરોએ જોયું કે ટૂથબ્રશ પેટમાં અટવાયેલો છે. સીટી સ્કેન થયાના રિપોર્ટ બાદ તરત જ ડોકટરોની ટીમે સર્જરી કરીને ટૂથબ્રશ પેટમાંથી બહાર કાઢ્યો હતો.
વિજય હવે સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે અને તે ડોકટરોની દેખરેખ હેઠળ છે. વિજય કહે છે કે ડોક્ટરોને કારણે તેને આજે બીજું જીવન મળ્યું છે અને હવે તે સ્વસ્થ થઈ રહ્યો છે.
ડોકટરોની આ ટીમમાં ડો.જુનેદ શેખ, ડો.અવિનાશ ઘાડગે, ડો.ઉમર ખાન, ડો. સંદીપ, ડો. સુકન્યા વિંચુરકર, ડો. ગૌરવ ભાવસાર, ડો. અનિકેત અને ડો. વિશાખા વાલકે શામેલ છે. ડોક્ટરોએ કહ્યું કે વિજય હવે સંપૂર્ણ રીતે ઠીક છે. તેના પેટમાં અટવાયેલ ટૂથબ્રશ બહાર કાઢવામાં આવ્યો છે, હવે ગભરાવાની કોઈ જરૂર નથી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…