અભિનેત્રી રિમી સેન છેતરપિંડીનો શિકાર થઈ હોવાની બાબત સામે આવી છે. એક બિઝનેસમેને તેમનાથી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આરોપ મુજબ, મુંબઈના ગોરેગાંવના એક બિઝનેસમેન રૌનક જતિન વ્યાસ દ્વારા રિમીથી રોકાણના નામે 4.14 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. રિમીએ આ બાબતમાં ખાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. 29 માર્ચે પોલીસે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે વેપારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 409 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.
બિઝનેસમેને નવી ફર્મમાં રોકાણ કરવા માટે રિમી સેન પાસેથી કથિત રીતે પૈસા લીધા હતા. રિમીએ પોલીસને જણાવ્યું છે કે, તે ત્રણ વર્ષ પહેલા અંધેરીના એક જીમમાં વ્યાસ સાથે પ્રથમ વખત મળી હતી. તે બંને મિત્રો બની ગયા હતા. રિમીએ વધુમાં જણાવ્યું છે કે, વ્યાસે તેમની સામે 40 ટકા વળતર સાથે રોકાણનો સોદો કર્યો હતો. જ્યારે રિમી પૈસાનું રોકાણ કરવા સંમત થઈ, ત્યારે તેઓએ એક કરાર કર્યો હતો. જ્યારે તેણે સમયમર્યાદાના અંતે રોકાણના પૈસા માંગ્યા તો વ્યાસે તેની અવગણના કરવાનું શરૂ કરી દીધું હતું. તે તેનો ફોન પણ ઉપાડતો નહોતો. ત્યાર બાદ રિમીને જાણ થઈ કે, વ્યાસે કોઈ વ્યવસાય શરૂ કર્યો નથી.
રિમીનો દાવો કર્યો છે કે, 2019 અને 2020 વચ્ચેના એક વર્ષમાં તેણે રોકાણના નામે 4.14 કરોડ રૂપિયા આપ્યા હતા. રિમી સેનની મુખ્ય ફિલ્મોની વાત કરીએ તો તેને ‘ધૂમ’, ‘ગરમ મસાલા’, ‘હંગામા’, ‘ગોલમાલ’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રિમી સેને 2015 માં સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ માં ભાગ લીધો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…