રમત ગમત

સુરેશ રૈનાના ઘરથી આવ્યા દુઃખદ સમાચાર, તેમના પિતા કેન્સર સામેની જંગ હાર્યા, ગાઝિયાબાદના ઘરમાં લીધા અંતિમ શ્વાસ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈનાના અવસાન સમાચાર સામે આવ્યા છે. તેમને ગાઝિયાબાદમાં આવેલ તેમના જ ઘરમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્રિલોક ચંદ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ આ જાન્યુઆરીના તેમને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ત્રિલોક ચંદ રૈના ભારતીય સેનાના ભાગ રહ્યા હતા અને તે બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતા,.

જ્યારે સુરેશ રૈનાની વાત કરીએ તો તે તેમના પિતા સાથે ઘરમાં જ રહી રહ્યા હતા અને પિતાની સેવા કરી રહ્યા હતા. થોડા સમય પહેલા તેમને લતા મંગેશકરના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે હવે તેમના પર જ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કેમ કે તેમના પિતા પણ તેમનો સાથ છોડીને ચાલ્યા ગયા છે.

સુરેશ રૈનાનો પરિવાર મૂળ જમ્મુ અને કાશ્મીરના રૈનાવારી ગામનો રહેવાસી છે, પરંતુ 1990 ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા બાદ સુરેશ રૈનાના દાદાએ ગામ છોડી દીધું હતું. સુરેશ રૈનાના પિતા ઓર્ડનન્સ ફેક્ટરીમાં કામ કરતા હતા. સુરેશ રૈના સિવાય તેમના એક પુત્ર દિનેશ પણ છે (જે સુરેશ રૈનાના મોટા ભાઈ છે). સુરેશ રૈનાને બે બહેનો પણ છે.

સુરેશ રૈનાની વાત કરીએ તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. તેમ છતાં તે આઈપીએલ રમી રહ્યા છે. સુરેશ રૈના અત્યાર સુધી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા હતા, પરંતુ આ વખતે ચેન્નાઈની ટીમે તેમને રીટેન કર્યા નથી. સુરેશ રૈના 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાનારી મેગા હરાજીમાં ભાગ લેશે. તેમને પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. તેમ છતાં તેમના વર્તમાન ફોર્મને જોતા કોઈપણ ટીમ તેમના પર બે કરોડની બોલી લગાવતા પહેલા વિચાર કરી શકે છે પરંતુ તેમના નામ અને ભૂતકાળના રેકોર્ડને જોતા તેમને ખરીદનાર મળી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button