વાયરલ સમાચાર

વિદેશી અંકલે બોલીવુડના ગીત પર કર્યો જોરદાર ડાન્સઃ વાયરલ થયો વિડીયો

અંકલનો ડાન્સ જોઈ લોકોએ કહ્યું... આ અંકલને બોલીવુડમાં લાવો

અત્યારે દરેક વ્યક્તિ કંઈક અલગ કરવા ઈચ્છતા હોય છે જેનાથી તે ચર્ચામાં રહે. આમાં ડાન્સિંગ, સિંગિંગ કરનારા લોકોથી લઈને ફૂડ બનાવતા લોકોનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર અત્યારે વિદેશી અંકલનો એક વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં તેઓ બોલીવુડ ગીત “ચિકની-ચિકની પતલી કમર” ગીત પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે. અંકલના લટકા-ઝટકા લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ricky Pond (@ricky.pond)

ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયોને ‘ricky.pond’ નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અંકલની તુલના બોલીવુડ એક્ટ્રેસ માધુરી દિક્ષીત સાથે કરી રહ્યા છે. આટલું જ નહી પરંતુ તેમનો ડાન્સ જોયા બાદ કેટલાક લોકો તો એવું કહી રહ્યા છે કે અંકલને બોલીવુડમાં લાવો.

આ વિડીયોને જોયા બાદ લોકો અંકલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. લોકો આ વિડીયો પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. આ સિવાય અનેક લોકોએ ગજબના રીએક્શન પણ આપ્યા છે. નક્કી આ ડાન્સ આપને પણ ખૂબ પસંદ આવશે. ત્યારે એકવાત તો સિદ્ધ થઈ ગઈ કે દુનિયામાં આ પ્રકારના ટેલેન્ટની કમી નથી. પણ ક્યાંકને ક્યાંક આ ટેલેન્ટને બહાર આવતા વાર લાગે છે.

[quads id=1]

Related Articles

Back to top button