મધ્યપ્રદેશમાં એક આઘાત જનક ઘટનામાં સામે આવી છે. ઉજ્જૈનમાં શેરીના પાંચ કૂતરાઓ પર એસિડ નાખીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મધ્યપ્રદેશ પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી. ઉજ્જૈનના પોલીસ અધિક્ષક સતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે,
પીપલ ફોર એનિમલ્સ (પીએફએ) ના સભ્ય પ્રિયાંશુ જૈનની ફરિયાદ પર પોલીસે શુક્રવારે મોડી સાંજે નાગજીરી પોલીસ સ્ટેશનમાં પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણી વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવી હતી.
મહાલક્ષ્મી નગરના રહેવાસી બ્રિજરાજ પરિહારએ શુક્રવારે સવારે રસ્તા પર કૂતરાઓને પીડાથી મરતા જોયા. પરિહરે કહ્યું કે, “હું કૂતરાઓને પશુ ચિકિત્સા હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાંથી તેમને ઈન્દોર મોકલવામાં આવ્યા, અને ત્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા.”
સાંજે પીએફએ મેમ્બર પ્રિયાંશુ જૈનને ઘટનાની જાણ થતાં તેઓ પરિહાર સાથે ફરિયાદ કરવા ઉજ્જૈન આવ્યા હતા. જૈને કહ્યું હતું કે, “પ્રાણીઓ સામે આ સૌથી જઘન્ય અપરાધ છે. પોલીસે કૂતરા સાથે આવું કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.” પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…