મનોરંજન

જાણો શા માટે કરવામાં આવી તારક મેહતાની ‘બબીતા જી’ ની ધરપકડ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી ની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુનમુન દત્તા સામે હાંસીમાં એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલ કેસમાં તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર સામે હાજર થઈ હતી. તેના પછી તપાસ અધિકારી દ્વારા તેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ 4 કલાક સુધી કાર્યાલયમાં પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ મુનમુન દત્તાને વચગાળાના જામીન પર છોડી મુકવામાં આવી હતી.

મુનમુન દત્તાની વાત કરીએ તો હાઇકોર્ટમાં બે સુરક્ષાકર્મીઓ અને બાઉન્સરો સાથે ડીએસપી કાર્યાલય આવી હતી. મુનમુન દત્તા સામે એસસી એસટી એક્ટ હેઠળ હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજત કલ્સન દ્વારા 13 મે 2021ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુનમુન દત્તા દ્વારા પોતાના સામે નોંધાયેલ કેસને સમાપ્ત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા 22 સપ્ટેમ્બરે 2021ના રોજ ફગાવી દેવામાં આવી હતી. મુનમુન દત્તાની અગ્રીમ જામીન અરજી હિસારની એસસી-એસટી એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ અદાલત દ્વારા 28 જાન્યુઆરીના ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ મુનમુન દત્તા દ્વારા અગ્રીમ અરજી માટે પંજાબ હરિયાણા હાઇકોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પંજાબ હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ ઝીંગે ગત 4 ફેબ્રુઆરીના રોજ મુનમુન દત્તાને હાંસીમાં તપાસ અધિકારી સામે હાજર તપાસમાં સામેલ થવા માટે જણાવવામાં આવ્યું હતું. તપાસ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે, મુનમુન દત્તાની ધરપકડ કરી પૂછપરછ કર્યા બાદ તેને અંતરિમ જામીન પર છોડી મુકવામાં આવે. તેના સિવાય તપાસ અધિકારીને આદેશ આપવા આવ્યા છે કે તે આગામી 25 ફેબ્રુઆરીના તપાસના રિપોર્ટ હાઈ કોર્ટ સામે રજૂ કરવામાં આવે. તેની સાથે આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તાએ ગયા વર્ષે 9 જાન્યુઆરી દ્વારા યૂટ્યુબ પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ સામે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ એસસી એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago