ભારતના પ્રખ્યાત બિઝનેસમેન રાહુલ બજાજનું 83 વર્ષની ઉમરે અવસાન
ભારતના પ્રખ્યાત બિઝનેસમેન રાહુલ બજાજનું 83 વર્ષીય અવસાન થયું છે. તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે તે 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન પણ રહ્યા હતા. રાહુલ બજાજ દ્વારા ગયા વર્ષે એપ્રિલમાં બજાજ ઓટોના ચેરમેન પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. બજાજ ઓટોની ભારતીય માર્કેટમાં મોટું નામ છે. તેમાં પણ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કંપની ઘણી પ્રખ્યાત પણ છે. રાહુલ બજાજ દ્વારા 1965 માં બજાજ ગ્રુપની જવાબદારી સાંભળવામાં આવી હતી અને તેમને 50 વર્ષ સુધી ચેરમેન પદ રહીને ફરજ પણ બજાવી હતી.
નોંધનીય છે કે, બજાજ ઓટોની ટેગ લાઈન પણ ઘણી પ્રખ્યાત રહેલી હતી. જેમાં બજાજ ઓટોની જાણીતી ટેગ લાઈન ‘યુ જસ્ટ કાન્ટ બીટ એ બજાજ’ તથા ‘હમારા બજાજ’ કંપનીના આઈકોનિક ટુ-વ્હીલરના કારણે ઘણી પ્રખ્યાત પણ રહી હતી.
બજાજ ગ્રુપ દ્વારા નિવેદન જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, અમને તે જણાવતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે, રાહુલ બજાજનું અવસાન થયું છે. તે સ્વ રૂપા બજાજના પતિ અને રાજીવ-દીપા, સંજીવ-શેફાલી અને સુનૈના-મનિષના પિતા હતા. 12 ફેબ્રુઆરીના બપોરના પરિવારના નજીકના સંભ્યોની હાજરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમક્રિયા રવિવારના પુણે ખાતે કરાશે.
નોંધનીય છે કે, રાહુલ બજાજની તબિયત ઘણા સમય સારી રહેતી નહોતી. રાહુલ બજાજ હર્ટ એલિમેન્ટ અને ન્યુમોનિયાથી પીડાઈ રહેલા હતા તેના કારણે તેમને એક મહિના પહેલા રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થવું પડ્યું હતું. તેમ છતાં તે આ જંગમાં હારી ગયા અને તેમનું આજે અવસાન થઈ ગયું હતું. તેની સાથે રાહુલ બજાજને 2021 માં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.