ગુજરાતસુરત

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની સુરતમાં હત્યા

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પરિવારથી દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, સુરતમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી. આ વૃદ્ધ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાકા હતા. તેના લીધે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના માતા-પિતા સાથે સુરત પહોંચ્યા હતા.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરની બાબતમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબીક કાકા મહેશ સંઘવી ઈજા થઈ હતી જેના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બાબતમાં મૃતક મહેશ સંઘવીના પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પિતા ડાયમંડના વ્યવસાયથી જોડાયેલા હતા. તે શનિવારના સાંજના સાડા ચાર વાગ્યાના આજુબાજુ પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા માટે ગયા હતા. પરંતુ પરત ફરતા તે લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા તે દરમિયાન બોની કમલેશ મહેતા નામના યુવાન સાથે તેમનો ઝઘડો થયો હતો. જેમાં કમલેશ મહેતા દ્વારા મહેશભાઈને નાકના ભાગે ફેટ મારવામાં આવી હતી જેના લીધે તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

તેના કારણે મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમનું કરૂણ મોત થઈ ગયું હતું. જ્યારે આ મામલાની જાણ થતા રાંદેર પોલીસ દ્વારા હત્યાનો કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button