મનોરંજન

આ છે વર્ષ 2021ની સૌથી વધુ સર્ચ થયેલી ફીલ્મો, જાણો કઈ ફિલ્મ રહી ટોપ પર

વર્ષ 2021 માં આપણે એકથી એક શાનદાર ફિલ્મો જોઈ છે. કેટલીક ફિલ્મોએ પોતાની કહાનીના કારણે તો કેટલીક ફિલ્મોએ કોન્ટ્રોવર્સીના કારણે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં ગુગલે પોતાના ‘યર ઇન સર્ચ’ પરિણામ જાહેર કર્યું છે જેમાં વર્ષ 2021 માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મોની લીસ્ટ પણ સામેલ છે.

તમને જાણીને હેરાની થશે અને ખુશી પણ થશે કારણ કે, આ વર્ષે બોલિવૂડની ફિલ્મોએ ઘણી હોલીવુડ ફિલ્મોને પાછળ છોડતા ટોપ 5 અને ટોપ 10 માં પોતાની જગ્યા બનાવી છે. જો પ્રથમ સ્થાનની વાત કરવામાં આવે તો આ વખતે ભારતના રીજનલ સિનેમાએ બાજી મારી છે. તમિલની બ્લોકબસ્ટર ફિલ્મ જય ભીમે ઘણા બોલીવુડ અને હોલીવુડ ફિલ્મોને ટક્કર આપતા આ યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમિલ બ્લોકબસ્ટર અને સુર્યા સ્ટારર ફિલ્મ જય ભીમ ચાર્ટમાં ટોપ રહી છે.

જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે. શેરશાહ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની કહાની પર આધારિત છે જેને એમેઝોન પ્રાઈમ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવી હતી. ત્રીજા અને ચોથા સ્થાન પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ રહી છે.

ભારતમાં આ બંને ફિલ્મોને ખુબ પસંદ કરવામાં આવી હતી. ટોપ-5 માં હોલીવુડ ફિલ્મ ઈટર્નલ્સે પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. ગુગલ દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદીમાં ઈટર્નલ્સ ફિલ્મ્સને પાંચમું સ્થાન મળ્યું છે. જ્યારે ટોપ-10 ની વાત કરવામાં આવે તો છટ્ઠા સ્થાન પર ફિલ્મ માસ્ટર અને સાતમાં સ્થાન પર અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ સૂર્યવંશી રહી છે.

હોલિવૂડ ફિલ્મ ગોડઝિલા વર્સેસ કોંગ આ વર્ષે ચર્ચામાં રહી હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી, કદાચ આ જ કારણ છે કે આ ફિલ્મનો ટોપ 10 માં સમાવેશ થયો છે. આ ફિલ્મને આઠમું સ્થાન મળ્યું છે. બીજી તરફ, નવમા અને દસમા સ્થાન પર ‘દ્રશ્યમ 2’ અને અજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ રહી હતી.

[quads id=1]

Related Articles

Back to top button