યમુના એક્સપ્રેસ-વે ઉપર સુનિલ ક્ષેત્રમાં દિલ્હી થી હમીરપુર જતી બસમાં સવાર લોકોને કેટલાક બદમાશોએ ડરાવી ધમકાવીને લૂંટી લીધા હતા, તેમના ઘરેણા પણ લઈ લીધા હતા. રાતના ત્રણ વાગ્યે થયેલી આ લૂંટની સુચના મળતા એએસપી અને રેન્જ આઈ જી તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એએસપી એ આ બાબતે વધુ તપાસ હાથ ધરવા માટે પાંચ અલગ અલગ ટીમો બનાવી છે.
ગઇરાત્રે એક પ્રાઇવેટ બસ ચાલક લગભગ બે ડઝન મુસાફરોને દિલ્હી થી હમીરપુર લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન યમુના એક્સપ્રેસ-વે ઉપર માઈલ્સટોન અઠ્યાસી ની નજીક લગભગ છ જેટલા યુવકોએ બસને ઉભી રખાવી. એ લોકો કંડકટર પાસેથી પૈસા નું બેગ આચકવા માંડ્યા. કંડક્ટરે વિરોધ કરતા લૂંટારુઓએ તેને માર માર્યો અને ધમકાવ્યો. લુટારાઓ એ યાત્રીઓ ને પણ લૂંટી લીધા ત્યારબાદ આ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.
એ એસ પી ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે હમીરપુર જવા વાળી આ પ્રાઇવેટ બસ મા લગભગ 25 મુસાફરો સવાર હતા. બસચાલકે કેટલાક લોકોને રસ્તામાંથી પર બેસાડ્યા હતા. આ બદમાશોએ યાત્રીઓ પાસેથી કુલમળી ને 166000 રૂપિયા, સોનાની ચેન અને અન્ય આભુષણો તેમજ 6 મોબાઈલ ફોન લૂંટી લીધા છે.જેમાં કંડક્ટર પાસે થી 25300, શ્યામ બાબુ મહુએ પાસે થી 5000, તુલરામ પાસેથી 3500 વગેરે… તેમજ અન્ય લોકો ના પણ પૈસા લઈ ગયા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…