એકદમ ખુબસુરત અને ગ્લેમરસ લાગે છે ઈશાન શર્માની ગર્લફ્રેન્ડ, તસવીરો જોઈને તમે મોટી મોટી અભિનેત્રીઓને ભૂલી જશો….

રવિવારે ટીમ ઈન્ડિયાએ સિરીઝ ની બીજી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે પરાજિત કર્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમે આ 5 મેચની શ્રેણી 1-1થી લાવી દીધી છે.
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આ મેચથી ટીમ ઈન્ડિયાના બે સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને ડેબ્યૂ કરવાની તક મળી હતી. ડેબ્યૂ મેચમાં બેટિંગ કરતી વખતે ઇશાન કિશન એટલી સારી રીતે રમ્યો હરો કે દરેક જણ તેને જોતો રહી ગયું હતું. ઇશાન કિશન 165 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા તરફથી ઇનિંગની શરૂઆત કરવા ઉતર્યો હતો.
ઇશાન કિશન એ અલીદ રશીદના બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી અને માત્ર 28 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તેણે અડધી સદી પૂરી કરી હતી અને આ રીતે ઇશાન તેની ટી 20 ડેબ્યૂ મેચમાં અર્ધસદી ફટકારનાર ભારતીય ટીમનો બીજો ખેલાડી બન્યો હતો. આ અગાઉ 2011 માં, અજિંક્ય રહાણેએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ઇશાન કિશન 32 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ ભારતને મજબૂતાઇ આપવા પૂરતી કોશિશ કરી હતી. આઈપીએલ 2020 માં પણ ઇશાને ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી અને આ રીતે ઇશને પોતાને ક્રિકેટનો મોટો ચહેરો બનાવ્યો છે.
જ્યારે ઇશાનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે રાજસ્થાનની તેની ગર્લફ્રેન્ડ અદિતિ હ્યુન્ડિયાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ઇશાન કિશનની ક્લિપ શેર કરી છે. આ પહેલા પણ તે આ ઘણી વખત કરી ચૂકી છે.
આઈપીએલ 2020 માં, જ્યારે ઈશાને 58 બોલમાં 99 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, ત્યારે અદિતિએ તે સમયે તેની તસવીર સાથે ‘આઈ ગર્વ ઓફ યુ બેબી’ લખ્યું હતું.
તમને જણાવી દઈએ કે અદિતિ હ્યુન્ડિયા એક વ્યાવસાયિક મોડેલ છે. અદિતિ મિસ ઈન્ડિયા 2017 ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. જોકે તમને આ ઈશાન કિશાનની ગર્લ્ફ્રેન્ડ કેવી લાગી? તેના વિશે અમને કોમેન્ટ કરીને જણાવજો.