Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
બોલિવૂડ

એકદમ ફેમસ થઈ ગયા હોવા છતાં જમીન સાથે જોડાયેલ રહે છે આ કલાકારો, ક્યારેય નથી કરતા ઘમંડ…

આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડમાં સ્થાન બનાવવુ કોઈ નાના છોકરાની વાત નથી. અહીં હજારો લોકો પોતાના સપના પુરા કરવા આવે છે, પંરતુ બહુ ઓછાં લોકો બોલીવુડમાં સ્થાન બનાવી શકે છે. જોકે બોલીવુડમાં સ્થાન બનાવ્યા પછી પણ તેને જાળવી રાખવું એટલું જ મહત્વનું છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ થોડોક સફળ થઈ જાય છે અથવા સફળ હોય છે ત્યારે તેનામાં ઘમંડ ના આવે તો જ તે સાચી રીતે સફળ ગણી શકાય. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ સફળ થઈ ગયા હોવા છતાં પણ ઘમંડ કરતા નથી અને જમીન સાથે જોડાયેલ રહે છે.

પંકજ ત્રિપાઠી: ગામની માટીની સુગંધ તેમના અભિનય અને શબ્દો પરથી જાણી શકાય છે. પંકજે પોતે કહ્યું છે કે ગામ હજી પણ તેમની અંદર જીવંત છે અને તેના મોટાભાગના પાત્રો ગામના કેટલાક વિશેષ લોકો દ્વારા પ્રેરિત છે.

મનોજ બાજપેયી: બિહારના આ કલાકારે થિયેટર જગતને હચમચાવી નાખ્યું છે. સત્ય, સ્પેશ્યલ 26, શુલ, પ્યારી, ગેંગ્સ કડ6 વાસીપુર અને બીજી ઘણી ફિલ્મો તેમને આપી છે. તેમને તેમના શ્રેષ્ઠ અભિનયને લીધે પદ્મશ્રી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી: યુપીમાં રહેતા નવાઝુદ્દીન સિદ્દીકીના મુંબઇમાં રહેતા હોવા છતા અહીં ઘણાં ઘર છે, પરંતુ આજે પણ તે પોતાને અધૂરો માને છે. તેઓને લાગે છે કે તેઓ ગામથી દૂર હોવા છતાં અધૂરા છે. અને આ જ કારણ છે કે આજે પણ તેઓ ગામના ખેતરોમાં હળ ચલાવતા જોવા મળે છે.

સંજય મિશ્રા: આ કલાકાર પણ માટી સાથે સંકળાયેલા છે, ત્યારબાદ તેઓ તેમના પાત્રોને ફિલ્મોમાં જીવંત બનાવે છે. ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા સંજય મિશ્રાને એક મજબૂત કલાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇરફાન ખાન: એનએસડી પાસેથી અભિનય શીખ્યા પછી, પહેલા નાના પડદે અને ત્યારબાદ મોટા પડદા પર દેખાઈ ચૂકેલા ઇરફાન ખાન પણ આવા જ કલાકાર હતા, જેમાં ગામ છેલ્લા શ્વાસ સુધી જીવંત હતું. રાજસ્થાનના ટોંકના રહેવાસી ઇરફાન એ જ શૈલીમાં બોલતા હતા.આજ કારણ હતું કે બાળકથી લઈને મોટા સુધી બધાએ તેમને ચાહ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button