Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

1 અઠવાડિયામાં 3 થી 4 કિલો વજન ઘટાડી શકે છે આ 1 ચૂર્ણ, જાણી લો આ ઘરેલુ ઉપચાર….

આધુનિક જીવનશૈલીએ ઘણી બધી સગવડો જીવનને આપી છે પણ સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ પણ આપી છે. જે કામ પહેલાં શારીરિક હલનચલનથી થતાં હતા તે હવે કમ્પ્યુટર કરવા લાગ્યા છે. સમયની સાથે સાથે ખોરાકમાં પણ પરિવર્તન આવ્યું છે.માણસ દીવસે દીવસે કુદરતી ભોજનથી દૂર થઈ રહ્યો છે અને માત્ર જીભને જ ક્ષણવારનો ચટાકો આપે તેવા ભોજન આરોગવા લાગ્યો છે.

આ ઉપરાંત શરીરની સંભાળ એક બાજુ અને અન્ય પ્રાથમિકતાઓ વધી ગઈ છે. માટે શરીરને આડકતરી રીતે નુકસાન તો થવાનું જ. અને આ નુકસાનમાં પ્રથમ નંબર આવે છે મેદસ્વીતાનો.તમે વજન ઉતારવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હશે અને તેમાં નિરાશા હાથ લાગી હશે. પણ આજના આ લેખમાં આપેલી કેટલીક કુદરતી ટીપ્સ તમને ઘણા અંશે વજન ઉતારવામાં મદદ કરી શકે છે.

આજકાલ ના સમય માં લોકો ના ખોરાક ખૂબ ખરાબ થઈ ગયા છે. એમાં પણ જંકફૂડ ના સેવન થી ઘણા લોકો માં મોટાપણું જોવા મળે છે. ઘણા લોકો ની ઓફિસ જોબ હોવાને લીધે તેમણે સતત ખુરશી પર બેસી રહેવા ને લીધે પણ જાડાપણાં ની સમસ્યા જોવા મળે છે. જાડાપણું એ કોઈ ગંભીર બીમારી નથી પણ તેને સરલતાથી લેવું જોઈએ નથી. તેને દૂર કરવા માટે ના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ.

તમારા શરીરમાં જે વધારાનું વજન છે તેનું કારણ શરીરની ચરબી છે. 1 કીલો ફેટ એટલે 7000 કેલોરીઝ. તેનો અર્થ એ છે કે જો તમે મહીનામાં એક કીલો વજન ઘટાડવા માગતા હોવ તો તમારે 7000 કેલરીઝ બાળવી પડશે તે જ રીતે બે કીલો વજન ઘટાડવા માગતા હોવ તો તમારે 14000 કેલરીઝ બાળવી પડશે એટલે કે જેટલા કીલો વજન ઘટાડવા માગતા હોવ તેના ગુણ્યા 7000 કેલરીઝ બાળવાની તૈયારી રાખવી.

આ ગણતરી પ્રમાણે જો તમે મહીનામાં એક કીલો વજન ઘટાડવા માગતા હોવ તો તમારે મહિના દરમિયાન 7000 કેલરી બાળવાની છે અને રોજની 210 કેલરીઝ બાળવાની છે.જો તમે કોઈ પણ જાતની ચરી પાળ્યા વગર કુદરતી રીતે જ વજન ઘટાડવા માગતા હોવ તો સૌ પ્રથમ તમે દીવસ દરમિયાન શું ખાઓ છો ? કેવું ખાઓ છો ? તેનું એનાલીસીસ કરો. તમારે જરા પણ ભુખ્યુ નથી રહેવાનું પણ તમારે તમારા ખાવાની આદતોને સ્વસ્થ બનાવવાની છે.

યોગ્ય સમયે ભોજન અને નાશ્તો કરવો.

દીવસ દરમિયાન તમારે 5-6 વાર થોડું થોડું ખાવું જોઈએ. આવું કરવાથી શરીરનું મેટાબોલીઝમ ગતિમાં આવે છે. સવારનો નાશ્તો ક્યારેય ચૂકવો નહીં. નાશ્તો નહીં ખાવાથી તમે બપોરે અને સાંજે દાબીને ખાશો જેનાથી શરીરમાં ચરબી જમા થશે. તેમજ નિયમિત ભોજનના સમયે ભોજન કરી જ લેવું. ભુખ્યા રહેવાથી તમારા શરીરમાં કોઈ જ ઘટાડો નહીં થાય પણ વધારો ચોક્કસ થઈ શકે છે.

વધી ગયેલું વજન ઉતારવા માટે લોકો જાતજાત ની કોશિશ કરે છે પણ લાંબો સામે માટે એ અનુસરતા નથી આથી તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવા જોઈએ, જેથી જલ્દી ફાયદો મળે. અમે તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યા છે જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે.

તેની સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે. જો તમે એકદમ સ્વસ્થ હશો તો તમને આની કોઈ જાત ની આડઅસર પણ નહીં થાય. તો ચાલો જાણીએ આ પાઉડર બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય છે, તે વસ્તુ ઑ ના ફાયદા શું શું છે, અને પાવડર કેવી રીતે બનાવવો.

વેટલોસ પાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રી: 3 ચમચી ઈસબગુલ 2 ચમચી વરિયાળીનો પાઉડર 2 ચમચી ત્રિફલા પાઉડર 2 ચમચી ધાણા પાઉડર 2 ચમચી જીરું પાઉડરઆ રીતે બનાવો સ્લિમ બનવાનો પાઉડર: સૌથી પહેલાં 1 બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો. પછી આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

આ પાઉડર લેવાની રીત: દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ.આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ફાયદા

(1) ઈસબગુલ

આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે.ઈસબગુલ કબજિયાત, રક્તાતિસાર, ઊનવા, બળતરા, દાહ, તૃષા, અને રક્તપિત નો નાશ કરે છે.

(2) ધાણા પાઉડર

ધાણા પાવડર માં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે.

(3) ત્રિફલા

ત્રિફલા આ ત્રણ ઔષધી ઑ ભેગી કરવાથી બને છે: આમળા, બહેડા અને હરડે ત્રિફલા ચૂર્ણ કફ અને પિત્ત ને હરે છે. પ્રમેહ તથા કોઢ ને મટાડનાર, મળ ને સરકાવનર, નેત્ર ને હિતકારી છે. ત્રિફલા નું સેવન બોડી ટોક્સિન્સને દૂર કરી બોડી ફંક્શન સુધારે છે. આંખ ની આસપાસ ખંજવાળ, જાખપ, આંજણી, આખો ની બળતરા- ગરમી તથા કબજિયાત દૂરકરનાર છે. આંખો નું તેજ વધારે છે.સાથે જ તેનું રેગ્યુલર સેવન કરવાથી બોડી શેપમાં રહે છે અને પાચનશક્તિ માં ખૂબજ સુધારો મળે છે.

(4) વરિયાળી

વરિયાળી મધુર, સહેજ તૂરી, તીખી, કડવી, પચાવ માં હલકી છે. ભૂખ લગતી નો હોય, પાચન બરાબર થતું નો હોય અને સૂંઠ, આદું, મરી પીપર જેવા દ્રવ્યો સહન ન થતાં હોય એમના માટે વરિયાળી ઉત્તમ ઔષધ છે. આમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.

(5) જીરું

જીરું ગેસ નો નાશ કરે છે. જીરું દુર્ગંધ નાશક અને વાયુનાશક છે. તે કારમિયા નો નાશ કરે છે.અતિશય એસિડિટી રહેતી હોય તો સવાર સાંજ ધાણા – જીરું નું ચૂર્ણ સંભાગે સાકર સાથે લેવાથી માટે છે. આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.

વજન ઘટાડવા માટે તમે કુદરતી ઉપાયો પણ અજમાવી શકો છો.

રોજ 30 મીનીટ કસરત કરવાનો નિયમ બનાવી લો.કસરત તમારું વજન તો ઘટાડશે જ પણ સાથે સાથે બીજી શારીરિક સમસ્યાઓ પણ દૂર કરે છે. કસરત કરવાથી તમારી માસપેશીઓ વિકસે છે અને તેના કારણે શરીરની ચરબી ઘટે છે.કસરત કરવા માટે તમારે જીમમાં જઈને કલાકો ગાળવાની જરૂર નથી. તમારે તમારા જીવનમાં માત્ર થોડાક જ ફેરફાર કરવાના છે જેમ કે દુકાન કે ઓફિસ ચાલતા જવું અથવા તે શક્ય ન હોય તો સવારે ચાલી લેવું. કસરત તમને શરીરે સ્ફુર્તિલા અને મનથી પ્રસન્ન રાખે છે.

પુરતી ઉંઘ લેવી

જો ઉંઘ પુરતી ન લીધી હોય તો તે તમને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. ઉંઘવાના અરધા કલાક પહેલાં બધા જ ઇલેક્ટ્રીક ઉપકરણો જેમાં મોબાઈ, ટેબલેટ, નોટબુક, કંપ્યુટરનો સમાવેશ થાય છે તે બધું જ બંધ કરી દેવું જોઈએ. તેના કરતાં કોઈ સુંદર પુસ્તક વાંચી શકો છો.મધરાત પહેલાં સુઈ જવાનો નિયમ બનાવી લો તેમ કરવાથી તમે સવારે તાજગી અનુભવશો. ઉંઘ માટે દસ વાગ્યાનો સમય બિલકુલ યોગ્ય છે.શરીરને પુરતા પ્રમાણમાં પ્રવાહી પુરૂ પાડોપાણી પીવાના અનેક ફાયદા છે. એક તો તે કુદરતી પિણું છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તાજા ફળના ઘરે જ બનાવેલા જ્યુસ પણ પી શકો છો. દીવસમાં બને તેટલું પાણી પીવું જોઈએ ઓછામાં ઓછું 8 ગ્લાસ તો ખરું જ. તેનાથી શરીરનું મેટાબોલિઝમ ગતિમાં આવશે. આ ઉપરાંત વધારે પાણી પિવાથી શરીરમાંથી કચરો પણ નીકળતો રહેશે.

ધીમે ધીમે પરિવર્તન લાવો

તમારે એકદમથી જ તમારી લાઇફસ્ટાઇલ બદલવાની નથી. પણ ધીમે ધીમે તમારે તેમાં ચેન્જ લાવવોનો છે. જમવામાં તેલ સાવ બંધ જ નથી કરી નાખવાનું પણ બે ચમચીની જગ્યાએ એક ચમચીનો ઉપયોગ કરવાનો છે. તેવી જ રીતે પહેલાં જ દીવસે તમારે એક કલાક ચાલવા નથી જવાનુ એક-એક કલાક કસરત નથી કરી નાખવાની પણ ધીમે ધીમે શરૂઆત 15 મિનિટના વ્યાયમથી કરવી.

અઠવાડિયામાં 2 દિવસ બહારનું ખાતા હોવ તો હવે એક દિવસ બહાર ખાવાનું રાખો.

આ રીતે જો ધીમે ધીમે તમારી જીવનશૈલી તેમજ તમારી દીનચર્યામાં પરિવર્તન લાવશો તો તમારે કોઈ પણ જાતના આકરા ડાયેટીંગ કરવાની જરૂર નહીં પડે. વજન ચોક્કસ ઘટશે પણ ધીમે ધીમે ઘટશે અને સ્વસ્થ રીતે ઘટવાનું. પણ એક સૂચના અહીં એ આપવાની છે કે વજન ઘટ્યા બાદ તમારે તમારી આ લાઇફસ્ટાઇલ છોડવી નહીં. મહીનામાં બે કીલો વજન ઘટાડી લીધું તો પછી લહેરમાં આવી ન જવું. તમારું આ હેલ્ધી રુટીન ચાલુ જ રાખવું.

નોંધ: આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

[quads id=1]

Related Articles

Back to top button