Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

3 લાખ રૂપિયા માં એક ભાઈ એ તેની બહેન નો સોદો કરી નાખ્યો, બહેન ને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે

આ ઘટના સાંતલપુર ની છે. અહીં પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા તે પોતાના પતિથી અલગ પાટણ મા રહેતી હતી. આ દંપતિને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો એમ કુલ પાંચ બાળકો હતા. ઘટના એવી બની છે કે આ મહિલાને તેના ભાઈએ રાજસ્થાનના એક શખ્સ સાથે બળજબરીથી લગ્ન કરાવી ને ત્રણ લાખમાં વેચી દીધી. આ સ્ત્રીની સંમતિ વગર જ તેના ભાઈએ તેના બંને હાથ બાંધીને રાજસ્થાન થી આવેલી ગાડીમાં બેસાડી દીધી હતી.

આ બહેન ને દસ દિવસ સુધી એક ઘરમાં પુરી રાખીને અત્યાચાર આચરવામાં આવ્યો હતો. તેણે માર મારવામાં આવતો હતો. આથી તેઓ આા જગ્યા એથી ગમે તેમ છટકી જવાનો મોકો શોધતા હતા. ત્યાંથી આ મહિલા તકનો લાભ લઈને ભાગી નીકળી અને પાટણ આવી ગઈ. અહીં આવીને તેણે આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને અત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

મળેલ માહિતી મુજબ, પિસ્તાલીસ વર્ષ ની ઉંમર ના અમુબેન સુમારભાઈ મધરા તેમના પતિ સાથે પાટણમાં નવા બસ સ્ટેન્ડની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. અહીં બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના પતિથી અલગ રહેતા હતા. તેમના 20 વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને પાંચ સંતાનમાં 4 દીકરીઓ અને એક દીકરો છે. અંદાજિત 45 દિવસ પહેલા આ મહિલાના મોટા ભાઈ હમીરભાઇ મધરા એ તેને કોલ કરી ને તેના ગામ વાદળીથર બોલાવ્યા હતા.

જ્યારે આ મહિલા વાદળીથર ગામે પોતાના ભાઈ ના ઘરે ગયા, તેના મોટા ભાઈ ના મામા સહિતના લોકોની હાજર હતા એ સમયે એક કાર આવી. આ કાર મા આવેલ વ્યક્તિ ની ઓળખ રાજસ્થાન ના ખમીસભાઈ ઉર્ફે ભમરો હાયતભાઈ રાઉમા તરીકે થયેલ છે. તારે આમની સાથે લગ્ન કરીને રાજસ્થાન જવાનું છે, આવા શબ્દો મોટા ભાઈએ તેમની બહેનને કીધા. એટલે અમુબહેને આ વાતની ચોખ્ખી ના પાડી દીધી. ના પાડતા આ મહિલાના હાથ બાંધીને તેમને રાજસ્થાનથી આવેલા શખ્સને ગાડીમાં પરાણે બેસાડી દેવામાં આવ્યા.

ત્યારબાદ બંને વચ્ચે ત્રણ લાખ રૂપિયાની લેતીદેતી કરવામાં આવી. ત્યારબાદ આ મહિલાને રાજસ્થાનના એક ગામમાં લગભગ દસ દિવસ ઘરમાં પૂરી રાખી ને રોજ માર મારવામાં આવતો હતો. 20 તારીખ ના રોજ જ્યારે બધા સુતા હતા ત્યારે અમુબેન ને ભાગવાનો મોકો મળી ગયો અને તેઓ ભાગી ને પાટણ પહોંચી ગયા. પાટણ પહોંચીને તેમને પોલીસમાં આ અંગે નવ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. અને હાલમાં તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.

[quads id=1]

Related Articles

Back to top button