ધાર્મિક

શું તમને ખબર છે દુનિયાનું સૌથી મોટું પાપ કયું છે? તમે પણ ક્યાંક જાણે-અજાણે આ પાપ તો નથી કરી બેઠા ને

પાપ એ દુનિયાનું સૌથી ખરાબ અને ન કરવા જેવુ કાર્ય છે. પાપ કરવાથી શું થાય? અને પાપ શાનાથી થાય તે પણ ખબર ના પડે અને જ્યારે ખબર પડે તો ઘણો સમય વીતી ગયો હોય આપણી પાસે અફસોસ કરવા સિવાય કોઈ છૂટકો જ ના હોય.

પાપ પુણ્યના ઘણા કિસ્સાઓ અને વાતો સાંભળી છે પણ ક્યારેય વ્યક્તિ આ બે પાસાંમાંથી ન પસાર થયો હોય એવું ના બને જેટલું એ પુણ્ય કરે છે તેટલું જ એ પાપ પણ કરે છે. પરંતુ પાપ કરવાથી આપણાં સારા કરેલા કાર્ય અને કર્મ પણ ખરાબ થાય છે. વ્યક્તિને અમુક પાપની સજા આ જીવનમાં અથવા આવનાર જન્મમાં ભોગવવી પડે છે એના વિના કોઈ છૂટકો નથી.

આ સંસારમાં એવો કોઈ નિયમ કે કાયદો નહિ કે તમારાથી પાપ ન થાય ગમે એ રીતે થાય જ છે. દુનિયામાં અલગ અલગ લોકો હોય છે તો વિચાર સમજણ પણ અલગ જ હોય છે જેમ હાથની પાંચ આંગળી સરખી નથી તેમ લોકો પણ એક સરખા નથી. એમ પાપ પણ સરખા નથી. જે લોકો સારા છે તેમના કર્મ કાર્ય પણ સારા જ હોય છે.

આજે વિજ્ઞાન પણ માની ગયું છે કે સ્ત્રીની શક્તિ જેવુ બળ કોઈ પાસે ન હોય કારણ કે સ્ત્રીનું  અપમાન એટલે શક્તિનું અપમાન જે સ્ત્રીના ઉદરમાંથી પુરુષનું સર્જન થયું એજ સ્ત્રીનું માન ન જાળવી શકે તો તે મનુષ્ય ના કહેવાય આજ નારી એક પુરુષને બધા જ રૂપમાં દર્શન આપે છે.

સ્ત્રી એક દીકરીના રૂપમાં ઘર સાચવે છે એક સ્ત્રીના રૂપમાં તે પરિવારનું ધ્યાન રાખે છે એક માના રૂપમાં દીકરા દીકરી અને સંસારની રીતભાત શીખવે છે એક પત્નીના રૂપમાં પતિની દરેક ઈચ્છાનું માન સમ્માન રાખે છે. પ્રભુએ પણ માના પ્રેમ માટે કૃષ્ણ અને રામ અવતાર લેવો પડે છે અને સમય આવે આજ સમાજ અને જગત સ્ત્રીની પરીક્ષા માટે સીતા અને મીરાના રૂપમાં પસાર થવું પડે છે.

સમય જતાં હજી આપણે આપણી વિચાર ધારા ન સુધારી તો આ દુનિયા આપણને એક પાપીની નજરથી જોશે, હજી પણ  અમુક લોકો સ્ત્રીના કપડાં અને ચારિત્ર્ય પર આંગળી ચીંધે છે એમની તરફ નહિ પણ પોતાની વિચારધારા અને સંસ્કાર પર આંગળી કરે છે. પરંતુ અમુક એવા લોકો હોય છે જે સ્ત્રીનું અપમાન અને સમ્માન નથી કરતાં એમની સાથે ખરાબ વ્યવહાર કરે છે. સ્ત્રીને ગંદી નજરથી જુએ છે એ દુનિયાનું સૌથી મોટું પાપ છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago