પીઝા દુનિયાભરના લોકોનું સૌથી લોકપ્રીય અને પસંદગીનું ફૂડ છે. દરેક લોકોને અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ ફ્લેવરના પીઝા ભાવતા હોય છે. અત્યારે ઈંગ્લેન્ડમાં એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક મહિલાએ ડોમીનોઝમાંથી પીઝા ઓર્ડર કર્યા પરંતુ તેમાં ટોપિંગ એવું મળ્યું કે જેની કલ્પના તેણીએ ક્યારેય નહોતી કરી.
ઈંગ્લેન્ડના લંકાશાયર રહેનારી જેમ્મા બાર્ટને ફેસબુક પર શેર કર્યું કે તેણે ડોમિનોઝમાંથી પીઝા ઓર્ડર કર્યા અને ટોપિંગના રૂપમાં તેને નટ અને બોલ્ટ મળ્યા. જેમ્માએ પીઝાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને ડોમીનોઝને ટેગ કરતા આ જાણકારી આપી છે.
તેણીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, મેં ડોમિનોઝમાંથી જે પીઝા મેળવ્યા તેને જોઈને હું ખૂબ જ ડરી ગઈ. વિશ્વાસ નથી થઈ રહ્યો કે મેં અડધો પીઝા ખાઈ લીધો. શું ડોમિનોઝ વાળા ક્વોલિટી ચેક કરે છે? નટ અને બોલ્ટ સાથે બેક કરેલા પીઝા. કૃપા કરીને ફરીથી તપાસ કરો કે આ પીઝા બરોબર છે કે નહી. ફ્લીટવુડ રોડ નોર્થ પર થોર્નટન-ક્લીવેલીઝ બ્રાંચમાં ડોમિનોઝ પીઝાથી ઓર્ડર કરતા સમયે જરૂર સાવધાન રહો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…