વાયરલ સમાચાર

શ્વાન અને બિલાડી વચ્ચે જોવા મળી જોરદાર મિત્રતાઃ વાયરલ વિડીયો

કોણ કહે છે કે, જાની દુશ્મનો દોસ્ત ન બની શકે!

સોશિયલ મીડિયા પર એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી લાકડાના બોક્સમાં છુપાયેલી છે અને તેની પાસે એક બોલ છે. શ્વાન આ જ બોલને લેવાનો પ્રયત્ન કરે છે પરંતુ બિલ્હી વારંવાર પોતાની બાજુ સરકાવી લે છે. આ સાથે જ બિલાડી શ્વાનના મોઢા પર પ્રેમથી પંજો મારતી પણ દેખાઈ રહી છે. તે શ્વાન પણ બિલ્લી પાસેથી બોલ લેવાનો ભરપુર પ્રયત્ન કરે છે. આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, જાણે આ લોકો કોઈ ગેમ રમી રહ્યા છે.

 

આ વિડીયોને જોયા બાદ કેટલાય યુઝર્સે ખૂબ જ જોરદાર કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું કે, ગેમ એને જ કહેવાય કે જ્યાં કોઈ દુશ્મનીના અર્થો હોતા જ નથી. ત્યાંજ એક યુઝરે લખ્યું કે, કોણ કહે છે કે જાની દુશ્મન દોસ્ત ન હોઈ શકે. એકવાર આ વિડીયો જોઈ લો. જ્યારે એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, હકીકતમાં આવો વિડીયો જોયા બાદ કોઈપણ વ્યક્તિનો દિવસ સારો જશે.

ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો એક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો આશરે 14 કલાક પહેલા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને 2400 થી વધારે લાઈક્સ મળી છે. આ સાથે જ કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સે આને અલગ-અલગ પ્લેટફોર્મ પર જોરદાર શેર કર્યો છે. આ વિડીયો જોયા બાદ કેટલાય લોકોને પોતાના બાળપણના સુવર્ણ દિવસો યાદ આવી ગયા છે.

[quads id=1]

Related Articles

Back to top button