સ્વાસ્થ્ય

પગ માં સોજા આવવા પર કરી લ્યો આ નાનકડો ઉપાય, મળી જશે એમાંથી છુટકારો, દવા કરતા વધુ વધુ અસરકારક છે આ ઉપાય…

પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે અને તેની સાઈઝ વધતી રહે તો તે ચિંતાનો વિષય બની જાય છે. જે લોકો લાંબા સમય સુધી ઉભા રહે છે અથવા જે લોકો વધુ પ્રમાણમાં ચાલતા હોય છે તેમને થોડા ઘણા સોજા આવે છે અને તે કોઈ મોટી સમસ્યા નથી.

પગમાં સોજો આવવાની સમસ્યા વારંવાર થતી હોય અને તેની સાથે દુખાવો કે કોઈ અન્ય શારીરિક સમસ્યા ન હોય તો કેટલીક દેશી પદ્ધતિઓ દ્વારા દવા વગર તેને મટાડી શકાય છે. ઘણી વખત મહિલાઓને પગમા સોજો આવવાની સમસ્યા થાય છે. પગમા કોઈ દુખાવો થતો નથી પરંતુ સોજોને કારણે ઘણી સમસ્યાઓ થાય છે. જો કોઈ તબીબી કારણ નથી અને કિડની અને યકૃત રોગનુ કોઈ જોખમ નથી તો પછી થઈ શકે કે તમારા ખાવાની અથવા ચાલવાની ટેવને કારણે થઈ શકે છે.

જો તમે પણ પગમા બિનજરૂરી સોજોથી પરેશાન છો તો પછી કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી તમે આ સમસ્યાને ઠીક કરી શકો છો. આવુ એટલા માટે થાય છે કારણ કે શરીરનું પ્રવાહી શરીરની પેશીઓમા ભરાઈ જાય છે. આ સ્થિતિને એડીમા કહેવામા આવે છે. જો કે તે જાતે જ મટી જાય છે પરંતુ જો તમે ઇચ્છો તો તમે કેટલાક ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.

સોજાવાળા સ્થાન પર સૌ પહેલા બરફ ઘસો. પણ બરફ ડાયરેક્ટ સોજા પર ન રગડશો. તે માટે એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવા વાળા સ્થાન પર લગાવો. આવુ ઓછામાં ઓછુ 5 થી 10 મિનિટ સુધી કરો. જે પગ પર સોજો હોય તેને સૂતા કે પછી બેઠા બેઠા તકિયના ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. તેમના પર ભાર પણ નહી પડે. જે કારણે સોજો ઓછો થવા માંડશે. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો આવુ ઘણી વખત થાય છે કે આપણે પાણીના સેવનની કાળજી લઈ શકતા નથી. જો શરીરમા પાણીની તંગી હોય તો તે પગના સોજો પર પણ અસર કરશે. જો તમે હાઇડ્રેટેડ રહેશો તો પછી તમારા શરીરમા પ્રવાહીનુ સ્તર પણ યોગ્ય રહેશે. આનથી સોજો ઓછો થઈ જશે. શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતા પ્રમાણમા પાણી પીવુ જરૂરી છે.

કમ્પ્રેશન મોજાની મદદ લો: કસરત કરતી વખતે અથવા લાંબા સમય સુધી શારીરિક કાર્ય જેમ કે ચાલવુ, ઓફિસ જવુ, મુસાફરી કરવી વગેરે માટે તમારે કમ્પ્રેશન સોક્સ લેવા જોઈએ. આ કોઈપણ મેડિકલ સ્ટોર, સ્પોર્ટ્સ સ્ટોર અથવા ઓનલાઇન મળી શકે છે. આ મોજા તમારા રક્ત પરિભ્રમણને ઠીક કરે છે. તેઓ પગ અને પગની ઘૂંટીઓ પર પૂરતુ દબાણ લાવે છે જેથી લોહીનો પ્રવાહ હૃદય સુધી પહોંચે.

સિંધવ મીઠુ વાપરો: ઉપવાસમા ખાવાનુ સિંધા મીઠાની મદદથી બનાવવામા આવે છે. પરંતુ તમને ખબર નહી હોય કે સિંધા મીઠાનો ઉપયોગ સ્નાયુઓના દુખાવાને ઓછા કરવા માટે પણ થઈ શકે છે. એપ્સમ મીઠુ અથવા સિંધા મીઠામા જાજી માત્રામા મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે જેથી તે પગના સોજોને ઓછો કરે છે.એક સંશોધનમા જાણવા મળ્યુ છે કે જો તમે ૧૫-૨૦ મિનિટ સુધી એપ્સમ મીઠાના પાણીમા પગ મૂકી આરામ કરો છો તો તે શરીરને આરામ કરશે તેમજ સોજો વગેરે ઘટાડશે. જો બાથ ટબ ન હોય તો ડોલમા નવશેકુ પાણી ભરીને તેમા સિધુ મીઠું ઉમેરો અને તમારા પગને થોડીવાર માટે ડુબાડીને રાખો.

પગને ઉપર કરીને સૂઈ જાઓ: અહી અમારો અર્થ પગને ઉંચકવાનો છે. તમે તમારા પગને ઓશીકુ અથવા ટેબલ પર મૂકો. સૂવાના સમયે પણ આવુ કરો અને તેનાથી પગમા સોજો ઓછો થશે. જો તમે ગર્ભવતી હોવ તો પણ આ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે સૂતા સમયે સુખી સહજ અનુભવતા નથી તો દર ૪ કલાકે ૨૦ મિનિટ તમે આ સ્થિતિમા રહો.

વજન ઓછુ કરો: કેટલીકવાર વજનમા વધારો થવાને કારણે રક્ત પરિભ્રમણમા ઘટાડો થાય છે અને તેનાથી શરીરના નીચલા ભાગમા સોજો આવે છે. તેનાથી પગ પર વધુ દબાણ આવે છે. તેથી વજન ઘટાડવુ એ ખૂબ સારી પદ્ધતિ સાબિત થઈ શકે છે.

પગની મસાજ કરો: જો પગમા વધુ સોજો આવે છે તો સતત માલિશ કરવુ યોગ્ય સાબિત થઈ શકે છે. તમારા પગને રિલેક્સ મોડમા રાખો અને આવશ્યક તેલની મદદથી માલિશ કરો. આનાથી પગનો સોજો ઓછો થશે.

હળદર તમારા સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર લગાવો. જ્યારે આ સૂકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો.

દરરોજ બે થી ત્રણવાર આવુ કરવાથી તમને દુખાવો અને સોજામાં રાહત મળશે. આ એક ચમત્કારિક નુસ્ખો છે. સોજાવાળા સ્થાન પર કુણા તેલથી માલિશ કરવાથી પણ આરામ મળે છે. પગનો કુણા પાણીથી સેક કર્યા પછી 10 મિનિટ માટે ટોવેલમાં લપીટી મુકો અને પછી સરસવ કે જૈતૂનના તેલથી માલિશ કરો. પણ માલિશ નરમ હાથથી જ કરો. ગરમ તેલની માલિશથી રક્ત સંચાર વધે છે.

ઘૂંટણ અને પગના સોજા દુર કરવા માટે સફરજનનું વિનેગર ઘણું જ ફાયદાકારક છે. અ વિનેગરમાં તરલ પદાર્થ શોષવાની શક્તિ હોય છે જેનાથી પગમાં જમા વધારાનો તરલ પદાર્થ (જેના કારણે સોજા આવે છે) તે નીકળી જાય છે અને સોજા ઉતરી જાય છે.3-4 ગ્લાસ ગરમ પાણીમાં અડધો ગ્લાસ સફરજનનું વિનેગર ભેળવી એક ટુવાલ નાખી દો. આ ટુવાલને નીચોવીને પગ પર લપેટી દો. જ્યાં સુધી આ ટુવાલ ઠંડો ન થઇ જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ એટલા જ પ્રમાણમાં ઠંડુ પાણી લો અને તેમાં અડધો કપ વિનેગર નાખો અને ઉપર લખેલી પ્રક્રિયા કરો.

આ ઉપાયથી પગમાં સોજા દુર થઇ જશે. જો આ કર્યા બાદ પણ સોજા ન ઉતરે તો ફરી વાર આ ઉપાય કરો.લીંબુ પાણી પીવાથી શરીરમાં જમા થયેલો અતિરિક્ત તરલ પદાર્થ અને હાનીકારક ટોક્સીન બહાર નીકળી જાય છે.જેનથી હાથ અને પગમાં થયેલા સોજા ઉતરી જાય છે. લીંબુ પાણી પીવાથી ડીહાઈડ્રેશન પણ થતું નથી.એક ગ્લાસ પાણીમાં 2 ચમચી લીંબુનો રસ અને થોડું મધ મેળવીને પીવો. દિવસમાં 4 થી 5 વખત આ રીતે લીંબુનું પાણી પીવો.

કોથમીરના અને બીજ

કોથમીરમાં ઘણા પોષક તત્વ, વિટામિન્સ અને એસીડ હોય છે. કોથમીરના સેવનથી પેટની તકલીફ થતી નથી. પણ શું તમને ખબર છે કે કોથમીર સોજાને પણ ઠીક કરે છે? કોથમીરના તાજા પાંદડા અને ધાણા ના સુકા બીજમાં પણ સોજાને ઠીક કરવાના ગુણ હોય છે. જો તમારા પગમાં સોજો છે તો એક કપ પાણી ઉકાળવા માટે મુકો અને તેમાં ત્રણ ચમચી સારા ધાણા નાખી દો. તેને ઉકળીને પાકવા દો જ્યાં સુધી તે પાણી અડધો ગ્લાસ ન રહે. ત્યાર પછી તે ઉતારી ને ગાળી લો અને એક ચમચી મધ નાખીને પી લો. દિવસમાં બે વખત પીવાથી તમારા પગના સોજા ઠીક થઈ જશે.

આદુ

પગમાં આવેલ સોજાને ઓછા કરવા માટે તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. પગમાં આવેલ સોજાને લીધે સશરીમાં સોડીયમ નું પ્રમાણ વધવું પણ હોઈ શકે છે. તેવામાં આદુની ચા બનાવીને પીવો. કે પછી આદુને કાચું ખાવ. કે પછી આદુનું તેલ બનાવીને તેનું પગ ઉપર માલીશ કરો. તેનાથી પણ આપના શરીરમાં સોડીયમ પાતળું થઇ જાય છે જેના લીધે આપણા પગમાં આવેલ સોજા ઓછા થઇ જાય છે.

નિયમિત કસરત

પગમાં સોજા હમેશા નસોના ખેંચાણ ને લીધે આવે છે. જો તમારા પગમાં વારંવાર સોજા આવી જાય છે તો તેનું કારણ નસોની નબળાઈ કે બીજી બીમારી છે. તેથી પગમાં સોજા થી બચવા માટે અને આખા શરીરની તન્દુરસ્તી માટે દિવસ આખામાં ઓછામાં ઓછું અડધો કલાક પગેથી ચાલવું અને થોડો સમય કસરત કરવું પણ જરૂરી છે. જો તમે બહાર નથી જઈ શકતા તો રૂમમાં કે ધાબા ઉપર પણ થોડો સમય ચાલવું અને કસરત કરવી. રોજ સવારે ઉઠીને આપણા શરીરને સ્ટ્રેચ કરો અને એક જગ્યા ઉપર વધુ સમય ન બેસી રહેવું.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago

લઠ્ઠાકાંડ મુદ્દે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ શા માટે ચૂપ છે?: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું…

3 years ago