ફૂડ & રેસિપી

ચોમાસુ સ્પેશ્યલ: વજન ઘટાડવા સાથે પાચનમાં સુધારો કરશે આ 5 પ્રકારની રોટલીઓ, જાણો બનાવાની રીત અને ફાયદાઓ

ભોજનની થાળીમાં ભલે ગમે તેટલું કાઈ પણ હોય, પરંતુ રોટલી વગર હંમેશા અધૂરું રહે છે. ઘરોમાં મોટાભાગે ઘઉંના લોટમાંથી બનેલી રોટલીઓ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. તેથી ગમે તે ખાતા ખાતા ઘણી વખત લોકોનું મન ભરાઈ જાય છે. આ સાથે, તે કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. તેથી, તેને અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ખાવું તો યોગ્ય હોય છે, પરંતુ દરરોજ તે પેટને ઘણી રીતે અસર કરે છે. તેને જોતા, આજે અમે તમને સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર ઘણી રોટલીઓ વિશે જણાવી રહ્યા છીએ. જેને તમે ચોક્કસપણે બનાવવા અને ખવડાવવા માંગશો.

આરોગ્ય અને સ્વાદથી ભરપૂર છે આ વિવિધ પ્રકારની રોટલીઓ:

1. રાગીની રોટલી: રાગીનો લોટ સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે આયર્ન, કેલ્શિયમ, ફાઇબરથી ભરપૂર હોય છે. જે પ્રતિરક્ષા વધારવામાં અને વજન ઓછો કરવામાં મદદરૂપ થાય છે. આ લોટમાંથી બનાવેલી રોટલી ખાવાથી તમે સ્વસ્થ પણ રહેશો અને સ્વાદ પણ બદલાઈ જશે. તેને એકદમ બરાબર લોટની રોટલી જેમ જ બનાવવામાં આવે છે. રાગીનો લોટ સૌથી વધારે આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

2. બાજરીની રોટલી: બાજરીની રોટલી ખોરાકને વધુ સારો બનાવે છે. બાજરીનો લોટ ફાઇબર, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સથી સમૃદ્ધ હોય છે. તેની રોટલી તમારા પેટની સમસ્યાઓને ઓછી કરે છે. આ રોટલી ઘણીવાર ઠંડા વાતાવરણમાં બનાવવામાં આવે છે. ઘઉંની રોટલીની સરખામણીમાં આ રોટલી થોડી જાડી અને કડક બને છે.

3. જુવારની રોટલી: જુવારના લોટની રોટલી ઘઉંની રોટલી કરતાં વધુ સરળતાથી પચી જાય છે. જો કોઈને પાચનની સમસ્યા હોય છે તો તેને આ રોટલી ખાવી જોઈએ. આ સિવાય તેમાં હાજર ખનીજ અને વિટામિન શરીરમાંથી ઝેર (ટૉક્સિન) બહાર કાઢે છે. આ રોટલી એ જ રીતે બને છે જેવી રીતે બાજરીની રોટલી બનાવવામાં આવે છે.

4. અક્કીની રોટલી: અક્કી રોટલીને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. આ રોટલી કર્ણાટકમાં વધુ બનાવવામાં આવે છે. આ રોટલીકર્ણાટકમાં વધારે બનાવવામાં આવે છે. આ રોટલીને ગ્રેટ અથવા સમારેલા શાકભાજી અને મસાલાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ રોટલીને થોડી અલગ રીતે બનાવવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રોટલી હોય છે.

5. મકાઈની રોટલી: શરદી અને વરસાદની ઋતુમાં મકાઈની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે સારી હોય છે. આ રોટલીમાં કેલરીનું પ્રમાણ ઓછું અને તે પ્રોટીન, સ્ટાર્ચથી ભરપૂર હોય છે. આ રોટલીમાં આયર્ન, ફોસ્ફરસ, જિંક, તાંબુ, પોટેશિયમ અને વિટામિન્સ અને ખનીજ હોય છે. તેથી આ રોટલી તમારા સ્વાસ્થ્ય માટે સારી અને સ્વાદથી ભરપૂર હોય છે.

તો આ છે સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર આ રોટલીઓ. જેને તમે તમારા ઘરમાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ બનાવી શકો છો. આમ કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને મન પણ.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago