ગુજરાત

રાજ્યમાં માતમમાં બદલાયો ધુળેટીનો તહેવાર, વિવિધ સ્થળોએ નહાવા ગયેલા 11 લોકો પાણીમાં ડૂબ્યા

રાજ્યમાં માતમમાં બદલાયો ધુળેટીનો તહેવાર, વિવિધ સ્થળોએ નહાવા ગયેલા 11 લોકો પાણીમાં ડૂબ્યા

ગઈકાલે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. રાજ્યમાં ધુળેટી નિમિત્તે અલગ-અલગ સ્થળોએ ડૂબી જવાથી 11 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગઈકાલે ધુળેટી નિમિત્તે નદી કે તળાવમાં ડૂબી જવાથી 11 લોકોના મોત થયા હતા, જેમાંથી સાત કિશોરો ના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે આ મૃત્યુ દેવભૂમિ દ્વારકા, ખેડા અને મહિસાગર જિલ્લામાં થયા છે, જ્યારે લોકો ધુળેટી નિમિત્તે નદી કે તળાવમાં ન્હાવા માટે ગયા હતા.

ધુળેટી એ રંગોનો તહેવાર છે, જે રાજ્યમાં હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકામાં ધુળેટીની ઉજવણી કરવા માટે સ્નાન કરવા ગયેલા પાંચ લોકોનું ત્રિવેણી નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે આ લોકો પાણીની ઊંડાઈને સમજી શક્યા ન હતા અને આ સ્નાન કરવા દરમિયાન ડૂબી ગયા હતા. જેમાં પોલીસે તેમની ઓળખ 16 વર્ષીય જીત લુહાર, 17 વર્ષીય હિમાંશુ રાઠોડ, 16 વર્ષીય ભૂપાને બગડા, 16 વર્ષીય ધવલ ચંદેગ્રા અને 16 વર્ષીય હિતાર્થ ગોસ્વામી તરીકે કરી હોવાનું જણાવ્યું છે. જો કે આ તમામ લોકો સ્થાનિક હોવાનું પણ સામે આવ્યું છે.

ખેડામાં બે લોકોના ડૂબી જવાથી મોત

ભંવડ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશીએ જણાવ્યું હતું કે ભંવડ અને ખંભાલિયાના ફાયર બ્રિગેડના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢી લીધા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના વસો તાલુકાના જારોલ ગામમાં ધુળેટી નિમિત્તે ન્હાવા માટે બે યુવકો પણ પાણીમાં ઉતર્યા હતા અને તેઓનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. આ બંને યુવકો જારોલ ગામ પાસે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા, જેમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. તેઓની ઓળખ 15 વર્ષીય પ્રિતેશ સોલંકી અને 14 વર્ષીય સાગર સોલંકી તરીકે થઈ હોવાનું જણવવામાં આવી રહ્યું છે. અને આ બંને મૃતકો જારોલ ગામના જ રહેવાસી હતા.

પડોશના મહીસાગર જિલ્લામાં પણ ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. આ લોકોના મોત વાંનકબોરી ડેમ ખાતે મહિસાગર નદીમાં ડૂબી જવાથી થયા હતા. જોકે, આ ચારેય મૃતકોની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ લોકો ડેમ પાસે યોજાયેલા મેળામાં ગયા બાદ અહીં નદીમાં ન્હાવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા લોકોએ આ યુવકોના ડૂબવા અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને તરવૈયાઓની મદદથી એક કલાકની મહેનત બાદ આ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago