જાણીતા લોક ગાયક દેવાયત ખવડના ડાયરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ડાયરાની અંદર 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વીડિયોમાં જોઇ શકાય છે કે દેવાયત ખવડના પાછળ ધાધલ કુટુંબનું બોર્ડ પણ લગાવેલું છે.
સમગ્ર મામલે રાજકોટ પોલીસ અથવા તો અન્ય જિલ્લાની પોલીસ દ્વારા દેવાયત ખવડનું નિવેદન નોંધવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ડાયરાનો વીડિયો બીજા કોઈએ જ નહીં પરંતુ તાજેતરમાં જ ભક્તિનગર પોલીસ ના લોકઅપ માં રહેલા આરોપી જયેશ ડાંગર દ્વારા ઇન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
આરોપી જયેશ ડાંગર સહ આરોપી તુષાર દવે ઉર્ફે અદો ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં હોય તે પ્રકાર નો વીડિયો જયેશ ડાંગરના બે મિત્રો એ બનાવ્યો હતો. ત્યાર બાદ તે વીડિયો ને જયેશ ડાંગર અને તુષાર દવે ના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. જે મામલે ભક્તિનગર પોલીસે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકઅપનો વીડિયો વાયરલ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમા બે જેટલા આરોપી ભરત ડવ તેમજ દીપ કનેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કે અન્ય બે આરોપી જયેશ ભાઈ રાણાભાઇ ડાંગર, તુષાર ઉર્ફે અદા વિજય ભાઈ દવે ની ભક્તિનગર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…