17 વર્ષ ની સગીરા ઘર છોડી ને ભાગી ગઈ, વાંચો શું લખ્યું ઘરવાળા માટે ચિઠ્ઠી મા
વાપી મા એક ભાઈ ના ઘરે 13 વર્ષ પહેલા એક 4 વર્ષ ની બાળકી ભીખ માગવા આવી હતી. તે ભાઈ ને આ નાનકડી બાળકી પર દયા આવતા તેને દત્તક લઈ લીધી હતી અને ઉછેર શરૂ કર્યો હતો. તેર વર્ષ બાદ 17 વર્ષની ઉંમરે સગીર થતા તે દીકરી ચિઠ્ઠી લખી ઘર છોડી જતી રહી છે. આ અંગે પરિવારે નજીક ના પોલીસ સ્ટેશને અપહરણની ફરિયાદ નોંધાવી છે.
વાપી માં રહેતા દંપતી ના ઘરે 13 વર્ષ પહેલા એક ભિખારી રોજ એક નાની દીકરી ને લઇ ભીખ માંગવા માટે આવતો હતો. નાની દીકરી ની આ હાલત જોઇ દયા આવતા તે દંપતી એ તેને દત્તક લઈ લીધી હતી. 4 વર્ષની ઉંમરે છોકરીને દત્તક લઇ ઉછેર કરતા હતા. ત્યાર થી તેર વર્ષ બાદ એટલે કે 16 તારીખ અને શુક્રવારે માર્કેટ માં વસ્તુ લેવા ગયા બાદ તે ઘરે પાછી ન આવતા પરિજનોએ તેની શોધખોળ કરવાની શરૂ કરી હતી. સગીર વય ની દીકરી અચાનક ઘર છોડીને ચાલી જતા ચિંતાતુર પરિવારે આજુબાજુના વિસ્તાર અને મિત્ર મંડળમાં પણ તપાસ કરી હતી. બધે ખૂબ શોધખોળ કર્યા બાદ કોઈ જગ્યા એ પતો ન લાગતાં અંતે પરિવાર ઘરે આવ્યો ત્યારે તેમને એક ચિઠ્ઠી હાથ માં આવી.
સગીરા એ ચિઠ્ઠી માં પરિવાર માટે લખ્યું હતું કે
બચપન સે મુઝે પાલકર આપ લોગોં ને બડા કિયા, પઢાયા-લિખાયા. આપ લોગોં કા બહોત બડા અહેસાન હૈ મુઝ પર. મૈં કિસી લડકે કે સાથ ભાગ નહીં રહી હું, ખુદ ઘર છોડકર જા રહી હું ઔર મેરા જોબ લગ જાને પર કુછ બનકર આપ લોગોં સે મિલને જરૂર આઉંગી. મુઝે ઢુંઢને કી કોશિષ મત કરના આપ લોગ. જીંદગી મેં મુઝે કુછ બનના હૈ. આપ લોગ મેરે લિયે રોના મત પ્લીઝ. થેંક યુ.
દંપતી આ સગીર ને વાપીની પ્રતિષ્ઠિત સ્કૂલ માં ભણાવતું હતું.
4 વર્ષની ઉંમરે દત્તક લીધેલી આ દીકરી ને સારૂ શિક્ષણ મળી રહે તે માટે આ પરિવારે તેનું એડમિશન વાપીની પ્રતિષ્ઠિત ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં કરાવ્યું હતું. એક-બે વર્ષ પહેલા ધોરણ-10માં નાપાસ થતાં તે હાલ ઘરે જ રહેતી હતી. જોકે શુક્રવારે ઘર છોડીને જાઉં છું એવી ચિઠ્ઠી લખી તે ઘર છોડી જતી રહી હતી.