Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ફેક્ટ ચેક

ફેક્ટ ચેક: શું દેશ માં આવી ગઈ કોરોના ની ત્રીજી લહેર, પીએમ એ આપ્યા કડક લોકડાઉન ના આદેશ? જાણો હકીકત

 કોરોનાની ત્રીજી લહેરને લઈ ને દેશ માં ચારે બાજુ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને તે કેટલી ગંભીર હશે, આવા સવાલ તમારા મન માં પણ જરૂર હશે. કેટલીક રિપોર્ટો માં દાવો કરવામાં આવી રહ્યો છે કે સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ઘણી મુશ્કિલો થી ભરેલી હોય શકે છે કેમ કે હાલ માં દેશ માં 18 વર્ષ થી ઓછી ઉમર વાળા બાળકો માટે રસી ઉપલબ્ધ નથી. તો બીજી બાજુ ત્રીજી લહેર ને લઈ ને કેટલીક અફવાઓ પણ આ સમયે જડપથી ફેલાઈ રહી છે. 

આવી ખબરો વચ્ચે સોશીયલ મીડિયા પર એક મેસેજ જડપ થી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામા આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી એ દેશમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની સૂચના આપી લોકોને સાવચેત રહેવા કહ્યું છે. આ મેસેજ સોશીયલ મીડિયા ના દરેક પ્લેટફોર્મ પર જડપ થી વાઇરલ થઈ રહ્યો છે. તો શું સાચું દેશ માં ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે? શું પ્રધાનમંત્રી તરફ થી સાચે જ આવી કોઈ જાહેરાત કરવામાં આવી છે ?

શું છે વાયરલ મેસેજ?

સોશીયલ મીડિયામાં જડપથી વાઇરલ થઈ રહેલા આ મેસેજ માં કહેવામા આવી રહ્યું છે કે પૂરા દેશ માં ફરી વાર લોકડાઉન લગાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી એ દેશ માં કોરોના ની ત્રીજી લહેર ની શરૂઆત થઈ હોવાની જાહેર કરી ને દરેક વ્યક્તિ ને સાવચેત રહેવા કહ્યું છે. દેશ માં ૧ થી ૩૧ જુલાઈ સુધી કડક લોકડાઉન લગાવવા નો આદેશ દેવા માં આવ્યો છે, જેથી ત્રીજી લહેર ને ઝડપથી વધ્યા પહેલા જ રોકી શકાય.

શું હકિકત માં આવી જાહેરાત કરવા માં આવી છે?

ભારત સરકારનાં પ્રેસ સૂચના બ્યૂરો (પીઆઈબી) એ ટ્વીટ નાં માધ્યમ થી આ વાયરલ ખબર નું ખંડન કરી લોકો ને જાગરૂત કર્યા છે. ટ્વીટ માં કહેવા માં આવ્યું છે, ‘એક ફર્જી ફોટો માં પીએમ મોદી દ્વારા કોરોના ની ત્રીજી લહેર શરૂ થવા તેમજ લોકડાઉન લાગાવવા નો દાવો કરવા માં આવ્યો છે.

જો કે પીએમ દ્વારા આવું કોઈ એલાન થયું નથી, અને દેશ માં ૧ થી ૩૧ જુલાઈ સુધી કડક લોકડાઉન લગાવવા જેવો કોઈ આદેશ આપવા માં આવ્યો નથી. કૃપા કરી આવા ભ્રામક સંદેશ માં સહયોગ ન કરો. કોરોના થી બચવા માટે  કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર જરૂર અપનાવો.

ત્રીજી લહેર ને લઈ શું છે અપડેટ?

દેશ માં કોરોના ની ત્રીજી લહેર ને લઈ ને ચર્ચા ની બજાર નક્કી જ ગરમ છે. હાલ માં જ ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નાં મહામારી વિશેષજ્ઞ ડો.સમીરન પાંડા એ કહ્યું કે કોવિડ-૧૯ મહામારી ની ત્રીજી લહેર, બીજી જેટલી ગંભીક નહી હોય. લોકો એ એનાથી વધારે પડતું ડરવા ની જરૂર નથી. જો કે બચાવ નાં ઉપાયો ને અપનાવવા માટે પણ કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ. ડો.સમીરને એમ પણ કહ્યું કે ત્રીજી લહેર આટલી જલ્દી આવવાની આશા નથી.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ને માનવા માં આવી રહ્યું છે ખતરા નો સંકેત.

ભારત માં કોરોના વાયરસ ની બીજી લહેર માટે ડેલ્ટા વેરિએન્ટ ને મુખ્ય કારણ માનવા માં આવ્યું હતું. આ વેરિએન્ટ માં મ્યુટેશન ની સાથે સામે આવેલ ‘ડેલ્ટા પ્લસ વેરિએન્ટ’ ને વિશેષજ્ઞો વધારે ખતરનાક માની રહ્યા છે.

કોવિડ ટ્રેકિંગ પ્રભારી ડો.અનિલ ડોંગર કહે છે, સંભવિત ત્રીજી લહેર માટે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ને કારણ નાં રૂપ માં જોવા માં આવી રહ્યું છે. કેટલાક રાજ્ય માં આ સંબધી કેસ જડપ થી વધી રહ્યા છે. આને ત્રીજી લહેર ની દસ્તક સમજી લોકો ને એલર્ટ રહેવા ની જરૂર છે. બચાવ નાં ઉપાયો ને પ્રયોગ માં લાવી આના થી સુરક્ષિત રહી શકાય છે.

[quads id=1]

Related Articles

Back to top button