વેસ્ટ ઇન્ડીઝ સામે 6 ફ્રેબુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝ પહેલા જ ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના આઠ ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે જાણવા મળી રહ્યું છે કે, ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શિખર ધવન, રિતુરાજ ગાયકવાડ અને મધ્યમક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર કોરોના સંક્રમિત થયા છે. બાકીના પાંચ ખેલાડી હજુ નામ સામે આવ્યા નથી,.
ભારતીય ટીમના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝ પહેલા અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યાં આ ત્રણ મેચની શ્રેણી યોજાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આ સીરીઝ શરુ થવાની છે, પરંતુ આ અગાઉ ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાની ટીમ અડધા ખેલાડીઓને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી ત્રણ નામની જાહેરાત કરવામાં આવી છે બાકી ખેલાડી કોણ છે તેની જાણકારી સામે આવી નથી.
ત્રણ મેચની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે બીસીસીઆઈએ 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેની પસંદગી પસદંગકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં સારી વાત એ હતી કે, ટીમ માટે બે ખેલાડીઓને રિઝર્વ તરીકે જોડવામાં આવ્યા હતા. એવામાં આ વનડે સીરીઝ પર તેની કોઈ અસર પડશે નહીં. તેમ છતાં, બીસીસીઆઈ તેના પર કોઈ નિર્ણય લેશે એ જોવાની વાત રહેશે.
ભારતીય વનડે ટીમની વાત કરવામાં આવે તો જેમાં રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ-કીપર), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાનનો સમાવેશ થાય છે.