Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

તમિલનાડુના એક ભક્તે કોરોનાથી બચવા તિરુપતિને સાડા ત્રણ કિલો સોનું ચઢાવ્યું

આંધ્રપ્રદેશના તિરુમાલાનું ફેમસ તિરુપતિ બાલાજી મંદિરમાં એક ભક્તે પોતાની માનતા પુરી થઈ તો ૨ કરોડ રૂપિયાના સોનાના શંખચક્ર ચઢાવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના થેનીમાં રહેનારા એક ભક્તે બાલાજીથી માનતા માની હતી કે કોરોના કારણે તેની તબિયત ખુબ જ ખરાબ હતી. ભગવાનની કૃપાથી તે સાજા થયા હતા. ત્યારબાદ આ વ્યક્તિએ બે કરોડ રૂપિયાનાન શંખ અને ચક્રને મંદિરમાં ભેંટ કર્યા હતા.

મંદિરના અધિકારીઓ પ્રમાણે સોનાના આ શંખ અને ચક્રનું વજન સાડા ત્રણ કિલોગ્રામ છે. ઉલ્લેખનયી છે કે તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવા બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે. અધિકારીઓને જણાવ્યું કે મંદિરના મુખ્ય દેવતાને આ ઘરેણા પહેરવામાં આવશે.

આવું પહેલીવાર નથી બન્યુ કે મંદિરના દેવાતાને સોનું ચઢાવવામાં આવ્યું હોય. છાસવારે મંદિરમાં સોનું દાન કરવામાં આવે છે. તિરુપતિને દુનિયાનું સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુ બિરાજે છે. લોકો અહીં પોતાની મનોકામના લઈને આવે છે જ્યારે તે પુરી થાય છે. ત્યારે અહીં દાન કરે છે. આ કારણે આ મંદિરની દાન પેટી હંમેશા ભરાયેલી રહે છે. કેશ ઉપરાંત અહીં ભક્તો સોનું ચઢાવે છે. એક અનુમાન પ્રમાણે મંદિરના ખજાનામાં આઠ ટન આભુષણો છે. આ સાથે જ અલગ અલગ બેંકોમાં મંદિરના નામ ઉપર ૩ હજાર કિલો સોનું છે.

મંદિર એટલું ધનવાન છે કે અનેક બેન્કોમાં મંદિરન નામથી ૧ હજાર કરોડ રૂપિયાની એફડીઓ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે બાલાજીની વાર્ષીક કમાણી ૬૫૦ કરોડ રૂપિયા છે. તિરુપતિ બાલાજીના દર્શન માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરની કુલ સંપત્તી ૫૦ હજાર કરોડથી વધારે છે. માત્ર નવરાત્રીના સમયેમાં આ મંદિરમાં ૧૨થી ૧૫ કરોડનો ચઢાવો આવે છે.

[quads id=1]

Related Articles

Back to top button