ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટી (SP) બાદ હવે કોંગ્રેસે પણ ઘોષણા પત્ર (ચૂંટણીનો ઢંઢેરો) જાહેર કરી દીધો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે ‘ઉન્નતિ વિધાન’ નામથી ઘોષણા પત્ર બહાર પાડ્યું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી સમસ્યા પર આપણે ઘણું કામ કર્યું છે. પ્રિયંકાએ કહ્યું કે 10 દિવસની અંદર ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. 2500 રૂપિયા ક્વિન્ટલ ડાંગર-ઘઉંની ખરીદી કરવામાં આવશે અને શેરડીનો ભાવ 400 રૂપિયા ક્વિન્ટલ થશે. વીજળીનું બિલ અડધું કરવામાં આવશે, 20 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો યુપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી આર્થિક રીતે પ્રભાવિત થયેલા પરિવારોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. 12 લાખ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને 8 લાખ નવી જગ્યાઓ બનાવવામાં આવશે. 40 ટકા મહિલાઓને આપવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળશે.
પ્રિયંકાએ કહ્યું કે ખેડૂતો છુટા પ્રાણીથી ખૂબ નારાજ છે. તેને છત્તીસગઢ મોડલ પર ઉકેલવામાં આવશે. જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને 3000 રૂપિયા આપવામાં આવશે. ‘ગોધન ન્યાય યોજના’ શરૂ કરવામાં આવશે અને ગાયનું છાણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે. આ યોજના છત્તીસગઢમાં ચાલી રહી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો નાના વેપારીઓને 1% વ્યાજ પર લોન આપવામાં આવશે. કામદારો અને કર્મચારીઓ માટે એવી દરખાસ્ત કરવામાં આવી છે કે આઉટસોર્સિંગ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ અને સફાઈ કામદારોને નિયમિત કરવામાં આવશે.
કોંગ્રેસે વચન આપ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ત્યાંની જમીનનો માલિકી હક્ક આપવામાં આવશે. લોકોને એફોર્ડેબલ હાઉસિંગ આપવામાં આવશે. ચોકીદારનો પગાર મહિને 5000 રૂપિયા હશે. શિક્ષામિત્રોને નિયમિત કરવામાં આવશે. સંસ્કૃત અને ઉર્દુ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. એસસી અને એસટીના વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. મહિલા પોલીસકર્મીઓને ગૃહ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીમાં પત્રકારો સામે નોંધાયેલા કેસ ખતમ કરવામાં આવશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…