ચાઈનીઝ એપ્સનો મોટો ઘોટાળો: જાણો કેવી રીતે પૈસા ડબલ કરવાની લાલચ આપી ને ૫ લાખ ભારતીયો પાસે થી લૂટ્યા ૧૫૦ કરોડ રૂપિયા.
દિલ્લી પોલીસે એક મોટા ઘોટાળાનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચાઈનીઝ એપ્સ નાં માધ્યમથી લોકો ને ચૂનો લગાવવામાં આવી રહ્યો હતો. પૈસા ડબલ કરવાની લાલચ આપી ૫ લાખ ભારતીયો પાસે થી લગભગ ૧૫૦ કરોડ રૂપિયા ની ઠગાઈ કર્યા ની ખબર મળી છે. આ મની લોન્ડ્રિન્ગ સ્કૈમ માં બે સી.એ, એક તિબેટીયન મહિલા સહિત ૮ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે.
પોલિસ ને જાણ થઈ છે કે મલ્ટી લેવલ માર્કેટિંગ કેમ્પેઈન કરી આ ઘોટાળા ને અંજામ દેવા માં આવતો. લોકો ની ફક્ત બધી કમાણી જ નથી લુટાણી, પણ એમનો બધો ડેટા પણ ચોરી થયો છે. પોલિસ કમિશ્નર એસ, એન શ્રીવાસ્તવ ના મુજબ. ફક્ત બે મહીના માં ૧૫૦ કરોડ રૂપિયા ની ઠગાઈ કર વામાં આવી છે.
પોલિસ ના એક્શન બાદ અલગ અલગ બૈંક ખાતા માં ૧૧ કરોડ રૂપિયાની રાશિ ને બ્લોક કરી દેવા માં આવી છે અને ૯૭ લાખ રૂપિયા ગુડગાવ ના એક સી.એ ની પાસે થી મળી આવ્યા છે. આ સી.એ એ ચાઈનીઝ ઘોટાળાખોરો માટે ૧૧૦ થી વધું કંપનીઓ બનાવી હતી
આ એપ્સનાં માધ્યમ થી પૈસા આપનાર ને ૨૪-૩૫ દિવસની અંદર રકમ ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી. કેટલાંક કલાકો અને દિવસોમાં પણ સારું રિટર્ન દેવાનો વાયદો કરવા માં આવતો હતો. ઓછા માં ઓછા ૩૦૦ રૂપિયા થી લઈ ને લાખો રૂપિયા સુધીના ઈન્વેસ્ટમેન્ટ નો વિકલ્પ દેવા માં આવતો હતો. આમાનું એક એપ પાવર બૈંક હાલ માં જ ગૂગલ પ્લે સ્ટોર પર નંબર ૪ પર રૈંક કરી રહ્યુ હતું.
કેવી રીતે ખુલ્યુ રાજ? ડી.સી.પી અન્યેશ રોય ના મુજબ, લોકો સોશીયલ મીડિયામાં પાવર બેંક અને ઈઝેડ પ્લાન જેવા એપ્સ દ્વારા કરવામાં આવી રહેલી ઠગાઈ વિશે લખી રહ્યા હતા. પોલિસે આ પોસ્ટ્સ ને લઈ ને શોધખોળ શરૂ કરી તો ઘોટાળા પરના આવરણો દુર થતા ગયા. એમણે જણાવ્યુ કે એ.સી.પી આદિત્ય ગૌતમની આગેવાની માં એક ટીમે શોધ ખોળ કરી તો ખબર પડી કે ઈઝેડ પ્લાન વેબસાઈટ ઇજેડપ્લાનડોટકોમ પર અસ્તિત્વમાં છે. પાવર બેંક એપે પોતાને બેંગલોર આધારિત ટેક્નોલોજી સ્ટાર્ટઅપ તરીકે ઓળખ આપી. જો કે આનું સર્વર ચીન માં હાજર હતું. “ આ એપ્સ યુઝર્સના કેમેરા, કોન્ટેક્ટ ડિટેઈલ્સ અને સ્ટોરેજ નું એક્સેસ મેળવી લેતુ. અને આ જ રીતે યુઝર્સના ડેટા લુટતા હતા.
આવી રીતે દેતા હતા ઠગાઈને અંજામ: વધારે માં વધારે લોકોને ઉત્સાહિત કરવા માટે શરૂવાત માં થોડાક લોકો ને રિટર્ન આપવા માં આવે છે. ત્યાર બાદ લોકો આ યોજના પર વિશ્વાસ કરવા લાગે છે અને વધુ થી વધુ રોકાણ કરવા લાગે છે. લોકો પોતાના પરિચિતો અને મિત્રો ને પણ એપ્સ સાથે જોડી દે છે. એક વાર જો કોઈ મોટું રોકાણ કરી દે તો પછી તેનુ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતું હતું.