જાણવા જેવું

ચાણક્યનીતિ મુજબ આ 3 આદતો વાળા માનવીને મળે છે સમાજ મા ખૂબ માન, હોય છે બધા ના પ્રિય

આચાર્ય ચાણક્ય એક ખૂબ સફળ શિક્ષક, કુશળ અર્થશાસ્ત્રી અને મહાન વિદ્વાન હતા. ચાણક્યના નીતિ શાસ્ત્રમાં લખેલી નીતિઓમાં જીવન જીવવાના ઘણા પાસાઓનો ઉલ્લેખ છે. આ નીતિઓ માણસને જીવનમાં સાચા માર્ગ અને ખોટ માર્ગ ઓળખવા માં મદદ કરે છે. ચાણક્ય ની આ નીતિઓ અપનાવીને લોકો સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે અને સમાજ મા ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરી શકે છે.

આચાર્ય ચાણક્યએ નીતિમાં જણાવ્યું છે કે આટલા ગુણો ધરાવતા લોકોને સમાજમાં ખૂબ આદર મળે છે અને લોકો તેણે સન્માન ની નજરે જોવે છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિ એ કોઈ દિવસ માન-સન્માન ને નમતું ન જોખવું જોઈએ. નીતિ શાસ્ત્રમાં ઉલ્લેખિત કેટલીક બાબતોમાં કહ્યું છે કે આદર માટે ઘણા ગુણો જરૂરી છે. સમાજમાં વ્યક્તિને કયા ગુણો થી આદર મળે છે તે જાણો.

આટલી વાત નું ધ્યાન રાખવા માં જો તમને શરમ કે સંકોચ નો અનુભવ થતો હોય તો થઈ શકે છે તમારું જીવન બરબાદ

1.બીજા લોકો ને સન્માન આપો:

ચાણક્ય કહે છે કે બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે પોતાને સમાજ માં માન સન્માન મળે. પરંતુ માનસન્માન એ કાઇ કોઈ ની પાસે થી છીનવી ને લઈ શકતું નથી. પોતાને જો માન સન્માન મેળવવાની ઈચ્છા હોય તો બીજા ને પ્રથમ માન સન્માન આપવું પડે છે. દરેક વ્યક્તિએ તેને આદરથી જોવું જોઈએ અને દરેક સાથે સમાન વર્તન કરવું જોઈએ. ચાણક્ય કહે છે કે જે લોકો ની આ ટેવ હોય છે તેને સમાજમાં માન મળે છે.

2. નમ્ર બનો:

ચાણક્ય નીતિ મુજબ માણસે પોતાનું વર્તન હંમેશાં બીજા માટે નમ્ર રાખવું જોઈએ. કોઈ વ્યક્તિ અન્ય લોકો માટે કેવું વર્તન કરે છે તે તેની સફળતા અને આદર માટે પણ મહત્વપૂર્ણ છે. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિમાં નમ્રતાનો સ્વભાવ હોય છે, તે સમાજમાં પણ આદર સાથે સફળતા મેળવે છે.

3. સારી સંગત:

ચાણક્ય કહે છે કે મનુષ્ય જે રીતે સુસંગત છે, તે જીવન માં ખૂબ અસર કરે છે. તેથી વ્યક્તિ હંમેશાં સારા અને જાણકાર લોકો સાથે સંગત રાખવી જોઈએ. સારી સંગતમાં રહેતા વ્યક્તિને સમાજમાં સારું માન મળે છે. જો તમે ખરાબ લોકો સાથે રહેતા હશો તો લોકો તમને તમારા સાથી મિત્ર જએવા ખરાબ જ ગણશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago