BSNL નો ધમાકો, 395 દિવસનો સસ્તો પ્લાન, દરરોજ મળી રહ્યો છે 2GB ડેટા
BSNL નો ધમાકો, 395 દિવસનો સસ્તો પ્લાન, દરરોજ મળી રહ્યો છે 2GB ડેટા
સરકારી ટેલિકોમ કંપની BSNL એ ગ્રાહકો માટે નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. ખાસ વાત એ છે કે, આ પ્લાન તમને 1 વર્ષથી પણ વધુ દિવસ વેલિડિટી આપે છે.
આ પ્લાનમાં તમને 395 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. તેમ છતાં તેની સાથે ઉપલબ્ધ લાભો ફક્ત પ્રથમ 60 દિવસ માટે જ લાગુ થશે. તેમાં તમને દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સની સુવિધા આપવામાં આવે છે. જેમાં દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.
Jio નો 799 રૂપિયાનો પ્લાન
જો Jio સાથે સરખામણી કરીએ તો કંપની 799 રૂપિયામાં 56 દિવસની વેલિડિટી આપી રહી છે. Jio પ્લાનમાં, તમને દરરોજ 100 SMS સાથે 2GB ડેટા અને અનલીમીટેડ કોલિંગ પણ મળી રહ્યું છે. આ સિવાય તમને Disney Plus Hotstar અને Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.
વોડાફોન-આઇડિયાનો રૂ. 839નો પ્લાન
Vodafone Idea પાસે આ પ્રાઈઝ રેન્જમાં 839 રૂપિયાનો પ્લાન રહેલો છે. તેમાં 2GB ડેટા અને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMS પણ આપવામાં આવશે. Vodafone-Idea પ્લાન તમને વિકેન્ડ ડેટા રોલઓવર, Binge All Night અને Vi Movies & TV સબસ્ક્રિપ્શન પણ આપે છે.