Categories: સમાચાર

આ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જાણો તેની પાછળ નું સત્ય

દેશમાં કોરોના વધતા કેસને લઇને ચિંતા વધી રહી છે એવા સમયે ખૂબ જ દુખ ભર્યા સમાચારો પણ સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ પણ ઓછા પડી રહ્યા છે. આથી ઘણા લોકોને વ્યવસ્થિત સારવાર મળી રહી નથી. હમણાં આવો જ દુઃખ ભર્યો કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. વધતા કેસને લઈને દવાખાનાઓ મા વ્યવસ્થા ખરાબ થઇ ગઈ છે. વેન્ટિલેટર અને દર્દીઑ માટે બેડ ની વ્યવસ્થા ઓછી પડી રહી છે.

ઇન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જ ફટાફટ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મા તેના બીમાર દીકરાને ખોળામાં લઈને ચાલી રહેલી છે જ્યારે પિએમસીએચ ના સ્ટાફ નો માણસ ઓક્સિજન નો બાટલો રસ્તા મા ખેંચી ને આગળ ચાલી રહ્યા છે. આ વિડીયો ખૂબ જ દુઃખ પહોંચાડે તેવો છે. એક માતા ની આવી મજબૂર હાલત જોઇને કોઇની પણ આંખોમાં આંસુ આવી જશે.

બીજી તરફ આ વીડિયોને લઈને હવે લોકોએ રાજનીતિ પણ શરૂ કરી દીધી છે. અને જોર જોરથી ઉપાડીને તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તમે આ વ્યવસ્થાને લઇને કોઇપણ જાતના સવાલ ન પૂછશો, નહીંતર જંગલ રાજ આવી જશે. તેના દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેટલાય રિએક્શનસ્ આવી રહ્યા છે.

તેજસ્વી યાદવે સિલિન્ડર ખેચી રહેલા માણસ ને બાળક ના પિતા ગણાવ્યા હતા , પરંતુ હકીકત માં એ ભાઈ પિએમસીએચ ના સ્ટાફ નો માણસ છે. લોકો આ બાબતે અપલોડ થઈ રહેલા વિડિયો માં પોતપોતાની કોમેન્ટ લખી રહ્યા છે અને એક બીજા પર અલગ અલગ આક્ષેપો નાખી રહ્યા છે

તેજસ્વી યાદવ એ આ વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટમાં અપલોડ કર્યો છે. વધુમાં તેણે તેમાં લખ્યું છે કે આ બિહાર છે. માતાની ખોળામાં બીમાર છોકરો છે અને પિતા ઓક્સિજન સિલિન્ડર ખેંચી રહ્યા છે, અને આ રીતે નીતીશ બીજેપી ની પાર્ટી થઈ રહી છે. સોળ વરસથી બધા ચૂપ છે. જો તમે સવાલ પૂછતો તો જંગલરાજ આવી જશે. અહીં તો લોકો ગોળી ખાઈને પણ મળે છે અને વગર ગોળીખાધે પણ મરી જાય છે. આથી ચૂપચાપ જ મરી જવાનું નહિટર જંગલરાજ આવી જશે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ના કેસો વધી રહ્યા છે. અમે તો નાના બાળકો પર પણ કોરોના નો કેર વધી રહ્યો છે. ગુજરાતમાં સરકાર દ્વારા મહાનગરોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રી કર્ફ્યુ આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નાંખવામાં આવ્યો છે. લોકોના મળવાનો આંકડો સરકારી આંકડા કરતાં વધારે છે એવા વિડિયો પણ બહાર આવી રહ્યા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago