ટીમ ઈન્ડિયાના ઓપનર લોકેશ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી આવતા વર્ષે લગ્ન કરી શકે છે. બંને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરી શકે છે. આથિયાએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, ત્રણ મહિનામાં તેમના લગ્નની વાત ખોટી છે. આ અફવાઓની મજાક ઉડાવતા તેણે લખ્યું કે, તેને આશા છે કે, ત્રણ મહિનામાં યોજાનાર લગ્નમાં તેને પણ આમંત્રણ આપવામાં આવશે. ત્યાર બાદ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બંને આગામી વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, જો રાહુલ અને અથિયાના પરિવારે પ્લાન નહીં બદલ્યો તો આ લગ્ન 2023 ની શરૂઆતમાં થવાના છે. જો કે લગ્ન ક્યારે અને ક્યાં થશે? આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.
લગ્ન બાદ લોકેશ રાહુલ અને અથિયા શેટ્ટી મુંબઈમાં પાલી હિલ પાસેના એક ઘરમાં રહેશે. એનું નામ સંધુ પૈલેશ છે. તેમ છતાં હજી સુધી આ ઘરનું કામ પૂર્ણ થયું નથી, પરંતુ લગ્ન થશે ત્યાં સુધીમાં આ ઘર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. ખાસ વાત એ છે કે, આ ઘર વાસ્તુ બિલ્ડિંગથી માત્ર બે ઘર દૂર છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન બાદ વાસ્તુ બિલ્ડીંગમાં રહે છે.
લોકેશ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝમાં વાપસી કરી શકે છે. તેમને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ તેની ફિટનેસ અને ફોર્મ સાબિત કર્યા બાદ જ તેને ભારત તરફથી રમવાની તક મળશે. રાહુલ હાલમાં NCA માં છે અને પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઝુલન ગોસ્વામીના બોલ પર શાનદાર શોટ્સ ફટકારી રહ્યો છે. આઈપીએલ 2022 બાદ તેણે કોઈ મેચ રમી નથી.
સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલા રાહુલ ગ્રોઈનની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ તે સર્જરી માટે જર્મની ગયો હતો અને અથિયા પણ અહીં તેની સાથે હતી. બંને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે અને અથિયાએ રાહુલની સાથે અનેક પ્રસંગોએ વિદેશ પ્રવાસ પર પણ જઈ ચુકી છે. બંને ઘણી વખત સાથે ફરતા પણ જોવા મળ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…