ભાવનગર

ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ટ્રેડ યુનિયન દ્વારા કરવામાં આવ્યો અનોખો વિરોધ

ભારત સરકારની રીતી નિયમોને લઈને ભાવનગર સહીત દેશભરમાં ટ્રેડ યુનિયન સહિતના સંગઠનો દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે પાનવાડી ચોક ખાતે માનવ સાંકળ રચી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં દિન-પ્રતિદિવસ પેટ્રોલ-ડીઝલ, જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારો તથા ખેતી, કારખાનાઓ, સેવાના વેચાણ સહિતનો વિરોધ ભાવનગર શહેરના પાનવાડી ચોક ખાતે માનવ સાંકળ રચી વિરોધ કરવામાં આવ્યો હતો. તેની સાથે આજના અંગ્રેજોના ભારત છોડો આંદોલનના ઐતિહાસિક દિવસ તારીખ 9 ઓગસ્ટના કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

જેમાં સરકારી સંપત્તિઓના વેચાણ, ખાનગીકરણ, બેરોજગારી, શ્રમજીવી કાનૂન વિરોધી ચાર લેબર કોડ, કૃષિ વિરોધી ત્રણ કાયદા, નવા ઇલેક્ટ્રિક બીલ વગેરે સામેલ હતા. તેની સાથે આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો, ઇન્ટુક, સીટુ, આઇટૂક, એલઆઇસી સહિતના 13 કામદાર સંગઠનોના આગેવાનોની સાથે ગુજરાત કિસાન સભા, ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન કોંગ્રેસ સહિતના 22 ખેડૂત સંગઠનોની રચાયેલી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે આ વિરોધ પ્રદર્શનમાં સીટુ અરુણ મહેતા, અશોક સોમપુરા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જયેશભાઈ ઓઝા, જનવાદી મહિલા સમિતિના નલીનીબેન જાડેજા, પુનિતભાઈ ઓઝા, એલ.આઇ.સી ના કમલેશભાઈ ભટ્ટ, હંસાબેન બારૈયા, આશા હેલ્થ વર્કસ યુનિયનના ઉપપ્રમુખ પુષ્પાબેન પરમાર, ગુજરાત સભાના જયસુખભાઈ રબારી તથા ભાવનગર જિલ્લા રીક્ષા ડ્રાઇવર સંગઠનના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago