Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

ભગુડાવાળી માં મોગલનો સાક્ષાત ચમત્કાર, રાજપૂતની દીકરીને આપ્યો પરચો..

મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે મા મોગલ ભગુડાવાળીનો ચમત્કાર એક રાજપૂતની દીકરી પર નજર બગાડનાર રાજાને આપ્યો હતો તો જાણીએ તે કથા. ભગુડાવાળી મા મોગલ હંમેશા પોતાનાં ભક્તોની રક્ષા અને ચમત્કાર કરતી હોય છે. મોગલમાની કૃપા અપરંપાર છે. મા એ ઘણા લોકોને પરચા પર કરાવ્યા છે. આજે માના એવા રૂપનો પરચો કહીશ જેનો સાક્ષાત અનુભવ રાજપુતની દીકરીને થયો છે.

ઘણા સમય પહેલાંની વાત છે વિરમગામમાં એક રાજપૂત દરબાર રહેતો હતો પરિવારમાં પિતા પુત્રી જ હતા, સામાન્ય ઘર હતું વીરસિંહ પિતા દિવસે વનમાં પશુઓ લઈને જાય અને બપોર થતાં દીકરી સજણ પિતા માટે જમવાનું લઈને જાય.

રોજના કર્મ પ્રમાણે સજણ પિતા માટે જમવાનું લઈને જતી હતી કે દૂરથી ઘોડે સવાર આવતા દેખાયા અને તે જોતાં જ ડરી ગઈ સુમસામ વનમાં તે એકલી જ હતી ઘોડેસવાર સામેથી આવતા તેણે મા મોગલને યાદ કરી અને જ્યારે ઘોડેસવાર પાસે આવ્યા ત્યારે સજણનું રૂપ જોતાં કહ્યું કે આવું રૂપ તો મહેલોમાં શોભે આ વનમાં નહિ.

સજણ ઘોડેસવારનો ઇરાદો સમજતા બોલી અમારે ત્યાં મહેલમાં આવવા માટે પહેલા બાપુની પરવાનગી લેવી પડે અને સજણ ઘોડેસવારને સાથે બાપુને મુલાકાત કરવા લઈ ગઈ બાપુ પાસે જતાં બોલી બાપુ આ મહેલમાં લઈ જવાની વાત કરે છે. વીરસિંહ મનમાં બોલ્યા મારી દીકરી ક્યારેય આવું ન કહે કે મારે મહેલમાં જાવું છે. સમયનો લાભ જોઈ વીરસિંહ બોલ્યા મહારાજ શુભ દિવસ જોઈ આપ વરઘોડો લઈ આવી જજો.

બાપુએ દીકરીને કહ્યું તારો શું વિચાર છે દીકરી એ કહ્યું મારે બીજા સમાજમાં રૂપ ખાતર નથી જવું, મારી મા મોગલની ભક્ત હતી તો હું મારી મોગલને અરજ કરીશ કે એ રાજાને દિશા બતાવે અને ઘરે આવીને મોગલમા દરિયાપાર જોગમાયાનો દીવો કરી પ્રાથના કરવા લાગી.

માં મોગલ  દીકરીની અરજ સાંભળી મા તે રાજાના મહલમાં ગયા અને રાજા સૂતા હતા ત્યારે જ ઊંઘમાં જ નીચે પડી જતાં તે ઊભો થવા ગયો તો માતાનું રૂપ જોઈ ડરી ગયો અને માના ચરણોમાં પડી ગયો માફ કરો મારી મોગલમા હું કોઇ ગરીબની દીકરી કે છોકરી પર નજર ન નાખીશ અને માએ તેને માફ કરી છોડી દીધો.

બીજા દિવસે એ વનમાં સીધો વીરસિંહ પાસે જઈ માફી માંગવા લાગ્યો માફ કરો દરબાર હું મારી ભૂલ સ્વીકારું છું. આજ પછી કોઈ દિવસ આ બાજુ ન આવીશ વીરસિંહ એ રાજાને માફ કર્યો અને મા મોગલને નમન કરી કહ્યું જય મારી ભગુડાવાળી મા મોગલ.

[quads id=1]

Related Articles

Back to top button