તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની હુસ્ન મલ્લિકા બબીતાજીએ છોડ્યો શો, જાણો તેની પાછળનું કારણ..
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખૂબ જ લોકપ્રિય છે આ શો ને ઉત્સાહથી લોકો જોવાનું પસંદ કરે છે. આ શો 2009 થી શરૂ થયો અને તે ખૂબ જ પ્રખ્યાત થયો છે આ શોના એટલા લોકપ્રિય થવા પાછળનું કારણ છે આ શોના પાત્રો. આ શોમાં આવા ઘણા પાત્રો છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે અને જેમના વગર તેઓ આ શો જોવાનું પણ પસંદ નથી કરતા.
આવું જ એક પાત્ર બબીતાજી છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે પરંતુ બબીતાજી થોડા દિવસોથી શોમાં જોવા મળતા નથી. એવા અહેવાલો પણ છે કે તેણે બબીતાજીનું પાત્ર નિભાવતા મૂન મૂન દત્તા એ આ શો હમેશા માટે છોડી દીધો છે.
શો ના સ્પોટ બોયએ એક પત્રકાર સાથે વાત કરતાં કહ્યું કે, થોડા દિવસો પહેલા શોની ટીમ દમણ શૂટિંગ માટે ગઈ હતી, ત્યારબાદ તે મુંબઈ પરત ફરી હતી અને મુંબઈમાં જ શૂટિંગ ચાલી રહ્યું છે. દમણથી પરત ફર્યા બાદથી બબીતા જી શૂટિંગ માટે આવતા નથી. તેમના સાથીદારો કહે છે કે હાલમાં ડાયરેક્ટને બબીતાજી વિશે હજી કોઈ ભાગ લખાયો નથી.
તમને ખબર છે કે મુનમુન દત્તા આ શોમાં બબીતા જીનું પાત્ર ભજવી રહ્યા છે,થોડા દિવસો પહેલા તેણે યુટ્યુબ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે જ્ જાતિ વિષે અલગ શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ ભારે હંગામો થયો હતો અને તેની ધરપકડની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારબાદથી મુનમુન દત્તા આ શોના શૂટિંગ પર આવી રહી નથી અને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તે જલ્દીથી આ શો છોડી દેશે. તે વિવાદ બાદ મુનમુન દત્તા સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
મુનમુન દત્તાના તે વીડિયો અંગેના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર તેની ધરપકડની માંગ શરૂ થઈ ત્યારે પોલીસે તેની વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. જે બાદ મુનમુન દત્તાએ પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને માફી માંગી લીધી હતી, પરંતુ તેની માફી માંગ્યા પછી પણ તેની ધરપકડની માંગ ઉતરી ન હતી અને સોશિયલ મીડિયા પર લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા.
ત્યારબાદથી મુનમુન દત્તા શોના શૂટિંગ પર આવી જ નથી કે તે શોમાં જોવા મળતી નથી. જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવો હોય તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે આ બધું જલ્દીથી છોડી દેશે પરંતુ મુનમુન દત્તાએ હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.