ભારતના સુપ્રસિદ્ધ ગાયક બી પ્રાક પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ અને તેમની પત્ની મીરા બચ્ચન બીજી વખત માતા-પિતા બનવાના હતા, પરંતુ તેમના બાળકનું જન્મ દરમિયાન મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. સિંગરે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની જાહેરાત કરી છે. જેના લીધે તેમના તેના ચાહકોનું દિલ તૂટી ગયું છે.
15 જૂન 2022 ના રોજ ના બી પ્રાકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પિક્ચર નોટ શેર કરી છે. નોટમાં લખવામાં આવ્યું હતું કે, “અત્યંત દુખની સાથે એ જાહેરાત કરી રહ્યો છુ કે, અમારું નવજાત બાળક જન્મ દરમિયાન મૃત્યુ પામ્યું છે.
માતાપિતા તરીકે અમે સૌથી દુઃખદ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે ડોકટરો અને સ્ટાફનો આભાર માનવા માંગીએ છીએ જેમણે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો અને સાથ આપ્યો હતો. અમે બધા આ નુકસાનથી વિખેરાઈ ગયા છીએ અને અમે તમને વિનંતી કરીએ છીએ કે, કૃપા કરીને અમને આ સમયે પ્રાઈવેસી આપો. મીરા અને બી પ્રાક.”
4 એપ્રિલ 2022 ના રોજ બી પ્રાકે ચાહકો સાથે બીજી વખત પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. તેમને તેની પત્ની મીરા સાથેની એક તસ્વીર શેર કરી છે, જેમાં બંને દરિયા કિનારે એકબીજાની સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ટ્વિનિંગ કરતા પોઝ આપી રહ્યાં હતા. આ દરમિયાન તેની પ્રેમિકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી હતી. આ સાથે બી પ્રાકે લખ્યું હતું કે, “જીવનભરના પ્રેમમાં પડવાની તૈયારીમાં નવ મહિના.”
બી પ્રાકે મીરા બચ્ચન સાથે 4 એપ્રિલ 2019 ના રોજ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે, જેનું નામ અદબ છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…