દર મહિને કરો 210 રૂપિયાનું રોકાણ અને દર મહિને મેળવો 5000 રૂપિયા , સરકારની આ યોજનાનો આજે જ લાભ લો
ભારત દેશનો દરેક નાગરિક અટલ બિહારી વાજપેયી ના નામથી પરિચિત છે પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભારત સરકાર દ્વારા અટલજી ના નામ પર એક પેન્શન યોજના ચાલુ છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1 કરોડ કરતાં પણ વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. આ પેન્શન યોજના વર્ષ 2015 માં મે માહિનામાં ચાલુ કરવામાં આવી હતી.
આ પેન્શન યોજના તમને તમારા ભવિષ્યમાં પણ મદદરૂપ થશે. આ યોજના તમને નક્કી રકમની ખાતરી આપે છે. અટલ પેન્શન યોજનામાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનો કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આમાં દર મહિને ફક્ત 210 રૂપિયાનું રોકાણ કરવા પર સરકાર ૬૦ વર્ષની ઉંમર બાદ મરણ સુધી 60 હજાર રૂપિયા વાર્ષિક આપશે, એટલે કે દર મહિને તમને પાંચ હજાર રૂપિયા મળશે.
તમને કેટલુ પેન્શન મેળવી શકો ?
આ યોજનામાં 60 વર્ષ પછી, વાર્ષિક 12 હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે, તમારે દર મહિને 42 રૂપિયા જમા કરાવવા પડે છે. પેન્શન માટે પાંચ હજાર રૂપિયા, 210 રૂપિયા 60 વર્ષની વય સુધી જમા કરાવવાના રહેશે. 40 વર્ષના વ્યક્તિએ એક હજાર રૂપિયા પેન્શન માટે 291 રૂપિયા અને પાંચ હજાર રૂપિયા પેન્શન માટે 1454 રૂપિયા જમા કરાવવાના રહેશે.
આ યોજનાના ફાયદાઓ:
- આ યોજનામાં દર મહિને રોકાણની રકમ ઘણી ઓછી છે જેનાથી તમારા પૈસાના આયોજન પર કોઈ અસર નહીં પડે.
- ભવિષ્ય માટે બચત યોજનાઓ જેટલી હશે એટલુ જ જીવન આરામદાયક પસાર થશે.
- આ યોજના ભારત સરકાર દ્વારા હોવાથી કોઈપણ જાતનું જોખમ રહેતું નથી અને પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે.
- આ યોજનામાં 18 થી 40 વર્ષ વચ્ચેનો કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે.
- તમે જો આ યોજનામાં જોડાવવા માંગો છો અને તમારી ઉંમર ૧૮ વર્ષ છે તો તમારી રોકાણની મર્યાદા ૪૨ થી ૨૧૦ રૂપિયા પ્રતિ મહિના સુધીની છે. મતલબ કે તમને દર મહિને ૨૧૦ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને ૬૦ વર્ષ બાદ દર મહિને ૫૦૦૦ રૂપિયા એટલે કે વર્ષે 60 હજાર રૂપિયા મળશે.
પણ જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે તો દર મહિને ભરવામાં આવતી રકમમાં વધારો થશે અને ઉંમરના હિસાબથી દર મહિને પૈસા ભરવાના રહેશે. દા.ત. જો તમારી ઉંમર ૨૫ વર્ષ છે તો તમારે દર મહિને 367 રૂપિયા ભાવના આવશે અને જો તમારી ઉંમર ૩૦ વર્ષ છે તો તમારે દર મહિને ૫૭૭ રૂપિયા ભરવાના આવશે, 40 વર્ષના વ્યક્તિને આ રકમ 1454 રૂપિયા ભરવાની રહેશે.
તો તમારી ઉંમર નાની છે મતલબ કે જો તમે 18 વર્ષની ઉંમરથી આ યોજનામાં રોકાણ કરો છો તો દર મહિને ફક્ત 210 રૂપિયા એટલે કે 42 વર્ષમાં તમારે કુલ 1.05 લાખ રૂપિયાનું રોકાણ થશે જેની સામે તમને ૬૦ વર્ષની ઉંમર બાદ આજીવન તમને 5000 દર મહિને મળતા રહેશે.
બીજી તરફ જો તમારી ઉંમર વધારે છે તો તમારે રકમ પણ વધારે ભરવાની રહેશે પણ લાભ તો સરખો જ મળશે. જો તમે 40 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું ચાલુ કરો છો તો તમને 20 વર્ષના હિસાબથી અંદાજે ૩.૪૯ લાખ રૂપિયા ભરવાના રહેશે. જેની સામે તમને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયાનો લાભ મળતો રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે બઁકમાં બચત ખાતું અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ યોજનામાં તમે જમા કરવવાની રકમ દર મહિને અથવા તો દર છ મહિને પણ જમા કરવી શકો છો. યોજનામાં જો લાભ લઈ રહેલ વ્યક્તિનું અવસાન થાય તો તેના પતિ અથવા પત્ની તે અકાઉંટમાં યોગદાન જમા કરાવી યોજનાનો લાભ લઈ શકે છે.
ખાતાધારકોની સંખ્યામાં ધરખમ વધારો
મિત્રો તમને જણાવી દઈ એ કે અટલ પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમના ખાતાધારકોની સંખ્યામાં વધારો થયો છે. ફેબ્રુઆરી 2021 ના અંતમાં તે 22 ટકા વધીને 4.15 કરોડ થયું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અનુસાર, ફેબ્રુઆરી સુધીમાં, વર્ષ 2020 માં વિવિધ યોજનાઓમાં ખાતાધારકોની સંખ્યા 3.43 કરોડ હતી, જે વધીને 4.14 કરોડ થઈ ગઈ છે.