બોલિવૂડ

અર્જુન કપૂરે તેની માતાને યાદ કરતાં ભાવુક લાગણી વ્યક્ત કરી, વાંચીને તમારુ હ્રદય પીગળી જશે

બોલીવૂડના એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે તેની માતાને યાદ કરીને ભાવ  ભરી વેદના વ્યક્ત કરી છે. અર્જુને ખુબ જ ભાવ ભરી અને હ્રદય પીગળી જાય તેવી વેદના વ્યક્ત કરી છે. અર્જુન એ પોતાની સ્વર્ગીય માતાને યાદ કરતાં કરતાં તેને પાછી આવવા માટે કહે છે.

અર્જુને બૂકમાં લખ્યું કે, તું ગઈ એને 9 વર્ષ થઇ ગયા માતા…આ બરાબર નથી. મને તારી બહુ યાદ આવે છે મમ્મી, તું પાછી આવી જા ને પ્લીઝ…મને સેવું યાદ છે કે તુ મારા માટે બહુ ચિંતા કરતી હતી, જ્યારે તુ મને ફોન કરતી ત્યારે તારું નામ આવતુ એ બધી વતુને હું બહુ જ યાદ કરુ છુ મમમી. હું જ્યારે ઘરે આવુ અને તને જોઇને હું જેટલો ખુશ થતો એ બધુ અત્યારે હું યાદ કરુ છુ.

અર્જુને પછી લખ્યું છે કે, હું તારી સ્માઇલને યાદ કરુ છુ તો મને તારી બહુ યાદ આવે છે. જ્યારે તુ મને અર્જુન કહીને બોલાવતી ત્યારે તારો જે અવાજ નીકળતો એ મારા કાનમાં હજુ પણ ગૂંજે છે. મને સાજું જ તારી બહુ યાદ આવે છે મમ્મી. મને આશા છે કે તુ જ્યાં પણ હોઇશ ત્યાં સારી હોઇશ અને હું પણ સારો થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મમમી મહેરબાની કરીને તું પાછી આવી જા…

અર્જુનએ 9 વર્ષ પહેલા છેલ્લી વાર તેની માતાનો હાથ પકડ્યો હતો. અર્જુનની બહેન અંશુલાએ પણ તેની મમ્મીને યાદ કરતા કરતા લાગણી ભરી વેદના વ્યક્ત કરી છે. અંશુલાએ લખ્યું કે આજથી 9 વર્ષ પહેલા મે તારો હાથ છેલ્લી વાર પકડ્યો હતો.

હું મારા મનમાં મમ્મી તમારી સાથે રોજ વાત કરુ છુ પરંતુ હું આમને સામને તારી સાથે વાત કરવા માટે  કંઇ પણ છોડી દઇશ. આમને સામને તારી સાથે વાત કરવાથી હું તારો અવાજ સાંભળી શકુ.

અંશુલાએ પછી લખ્યું કે, તારા વગર 9 વર્ષ પહેલાનું જીવન બહુ સારું હતું. મમ્મી મને તારો અવાજ, ભેટવું, સ્મિત, સલાહ, મારા દુઃખોને દૂર કરવાની શક્તિ એ બધાની બહુ યાદ આવે છે. મને યાદ છે કે મમ્મી તે મને કેટલી રીતે સુરક્ષિત રહેતા સીખવાડ્યું,  બહાદુરી અપાવી… મમ્મી હું તને બહુ યાદ કરું છું.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago