અનુષ્કા એ વિરાટ ને ઉપડી લીધો તો ફેન્સ બોલી ઉઠયા શક્તિમાન અલ્ટ્રા પ્રો મેક્સ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલીવુડ માં એક ક્યૂટ કપલ છે. તેની કેમિસ્ટ્રી અને બોન્ડિંગની લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. હાલ માં જ અનુષ્કાએ એક સુંદર વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અનુષ્કા વિરાટને ઉચકતી જોવા મળી રહી છે. તેણે કોહલીને એકવાર નહીં પરંતુ બે વાર ઉચક્યો હતો. તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અનુષ્કાને શક્તિમાન અલ્ટ્રા પ્રો મેક્સ કહી રહ્યા છે.
અનુષ્કા-વિરાટનો આ વીડિયો ખૂબ જ સુંદર છે
અનુષ્કાએ શેર કરેલા વીડિયોમાં તે વિરાટને પાછળથી ગળે લગાવે છે અને પછી તેને ઉપાડી લે છે. આવું કરતાં જ “ઓ તેરી” એવા શબ્દો વિરાટ ના મોંમાંથી બહાર નીકળી જાય છે. વિરાટ અનુષ્કા ને ફરી વખત આવું કરવાનું કહે છે. અનુષ્કા કહે છે કે તમે મને મદદ નહીં કરતાં, જેના જવાબ આપતા વિરાટ કહે છે કે, પ્રોમિસ હું તાને હેલ્પ નહીં કરું. અને ત્યાર બાદ અનુષ્કા વિરાટ ને ફરીથી ઉચકે છે.
View this post on Instagram
વિરાટ પણ ચોંકી ગયો
આ જોડી નો આ મજેદાર વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ માં કેટલાકે અનુષ્કા ને શક્તિમાન કહી તો કેટલાક અલ્ટ્રા પ્રો મેક્સ કહી રહ્યા છે. વિરાતે પણ હાર્ટ ઇમોજી અને લાફિંગ ઇમોજી કોમેન્ટ માં પોસ્ટ કરી હતી.
View this post on Instagram
અનુષ્કા એ શેર કરેલો આ વિડિયો જૂનો હોય એવું જણાઈ રહ્યું છે. કારણકે તેણે એવું લખું છે કે શું મે આવું કર્યું હતુ? ગઈ જાન્યુઆરી મા આ કપલ માતાપિતા બન્યા હતા. તેમણે તેમની દીકરી નું નામ વામીક રાખ્યું છે. એવું જણાઈ રહ્યું છે કે બંને એ વામીકા ને મીડિયા ગ્લેમર થી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.